રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2026| Super Admin

પાલનપુર ધનિયાણા ચોકડીનો મુખ્ય માર્ગ એક વર્ષથી ધોરણે: ગટરલાઇન પછી રસ્તો ન બનતા હાલાકી

પાલનપુર ધનિયાણા ચોકડીનો મુખ્ય માર્ગ એક વર્ષથી ધોરણે: ગટરલાઇન પછી રસ્તો ન બનતા હાલાકી

ભાદરવી પૂનમ પહેલાં માર્ગ સુધારવાની માંગ

પાલનપુર-અંબાજી હાઈવે પર ધનિયાણા ચોકડીથી શહેરમાં પ્રવેશતો મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક વેપારીઓ, વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભૂગર્ભ ગટરલાઇનના કામ માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ પણ માર્ગને યોગ્ય રીતે સમતળ કે રિપેર કરવામાં ન આવતા સમગ્ર માર્ગ પર ખાડા અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

ધનિયાણા ચોકડીથી શહેર તરફ આવતા આ માર્ગ પર દિવસભર વાહનોની અવર જવર વચ્ચે ધૂળના વાદળો ઉડતા હોવાથી આસપાસના વેપારીઓ અને સ્થાનિકો પરેશાન છે. દુકાનોમાં માલ સામાન પર ધૂળની જાડી પરત જામી રહી છે. ધૂળના કારણે વેપારીઓના ધંધા પર પણ અસર પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. આ માર્ગ પાલનપુરની અનેક સોસાયટીઓ તેમજ આસપાસ ના ગામોને શહેર સાથે જોડતો મહત્વનો માર્ગ છે. તેમ છતાં છેલ્લા એક વર્ષથી રસ્તાની સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વિકાસ ના મોટા દાવાઓ વચ્ચે શહેરના મુખ્ય પ્રવેશ માર્ગની આવી સ્થિતિથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિક વેપારીઓ અને રહિશો પરેશભાઈ, રસિક ભાઈ, ભીખાભાઈ અને શાંતિ ભાઈએ તંત્ર સમક્ષ તાત્કાલિક માર્ગનું સમારકામ કરાવી રસ્તાને વાહનચાલકો માટે સલામત બનાવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ સ્થળ પર કામગીરી દેખાવી જોઈએ.

ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર