પાટણ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ૬ માર્ગોનું સમારકામ હાથ ધરાયુ
રાજ્યના નાગરિકોને અવર જવરમાં કોઈ અડચણ ન આવે અને તેઓને સલામત, સરળ અને ઝડપી મુસાફરી સુલભ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા પાટણ જિલ્લામાં ચોમાસામાં વરસાદના કારણે ક્ષતિ ગ્રસ્ત થયેલ ૬ માર્ગોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાંસા સરિયદ સાંપ્રા ઉંદરા રોડ, પ્રભુ નગર પાટણ, પાટણ ચાણસ્મા હાઇવે રોડ જીવન ધારા સોસાયટી, ગુંગડી પાટી, થરા હારીજ માંકા, પાટણ ઊંઝા રોડ સહિતના માર્ગોનું માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા સમારકામ હાથ ધરાયુ છે. જેના કારણે નાગરિકો માટે મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત બની રહેશે. રાજ્ય સરકાર અને પાટણ વહીવટી તંત્ર દ્વારા માર્ગ માળખા સુધારણા માટે વ્યાપક આયોજન થઈ રહ્યું હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.
ટેગ્સ:#Patan district#Public Works#Infrastructure Improvement#Traffic Safety#Road Maintenance#Roads and Building Department#Chief Minister Bhupendrabhai Patel#Local Government Initiatives#road repairs#District Collector Tushar Bhatt#Monsoon Damage#Citizen Accessibility
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુર હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી: ₹૧ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી
2 દિવસ પહેલા
પાટણમોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ફૂડ વિભાગે ચેકિંગ દરમ્યાન 700 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કર્યો
4 દિવસ પહેલા
