રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

ગઢના પ્રવેશદ્વારથી બસ સ્ટેન્ડ અને દશામાં ચોકડી સુધીના માર્ગ પર પડેલા ગાબડાથી ગ્રામજનો પરેશાન

ગઢના પ્રવેશદ્વારથી બસ સ્ટેન્ડ અને દશામાં ચોકડી સુધીના માર્ગ પર પડેલા ગાબડાથી ગ્રામજનો પરેશાન
ગઢ એસબીઆઈ બેન્ક અને દૂધ મંડળીના માર્ગ ઉપરના ગાબડા ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ પાલનપુર તાલુકાનું સૌથી મોટું ગણાતા ગઢ ગામનાં માર્ગો ઉપર ઠેરઠેર પડેલ ગાબડાંથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યાં ગઢ ગામના પ્રવેશદ્વાર સમા ત્રણ રસ્તાથી દશામાં ચોકડી સુધીના માર્ગ ઉપર મસમોટા ગાબડા પડતાં રાહદારી,વાહનચાલકો અને ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.જ્યાં આ ગાબડા ને કારણે અકસ્માતો સર્જાય છે.ગમે ત્યારે અકસ્માત સર્જનાર ગાબડાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. ગઢ ગામના પ્રવેશદ્વારથી ત્રણ રસ્તાથી એસબીઆઈ બેન્ક,સરદાર ચોક, દૂધ મંડળી,સ્વામી વિવેકાનંદ ચોક, બસ સ્ટેન્ડ અને દશામાં ચોકડી સુધીના માર્ગ ઉપર ગાબડા પડતા રાહદારીઓ,વાહન ચાલકો સહિત ગ્રામજનોમાં આ માર્ગને લઈને રોષ ભભૂકી ઉઠ્યો છે.માર્ગ ઉપર અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય એ પહેલાં માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ માર્ગનું સમારકામ કરાવે તેવી જનમાંગ ઉઠવા પામી છે. એસબીઆઈ બેન્ક અને દૂધ મંડળી આગળનો માર્ગ અકસ્માત જોન બન્યો; એસબીઆઈ બેન્ક આગળ આવેલ માર્ગની એક સાઈડમાં પડેલ ગાબડા થી વાહન ચાલકો ગાબડુ છોડીને સાઈડમાં ચાલતાં ઘણીવાર સામસામે વાહનો આવી જતાં અકસ્માત સર્જાય છે.જ્યાં આ ગાબડા ને કારણે દૂધ મંડળીમાં દૂધ ભરાવવા આવતા પશુપાલકો નું દૂધ ઢળી જાય છે. એસબીઆઈ બેન્ક આગળનો માર્ગ અકસ્માત જોન બની ગયો છે.માર્ગ અને મકાન વિભાગ સત્વરે સમારકામ કરાવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. ત્રણ વર્ષ પહેલાં લાખોના ખર્ચે બનાવેલ માર્ગ ઉપર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા; ગઢ ગામના પ્રવેશદ્વાર સમા ગઢ ગામમાં જવાનો માર્ગ ત્રણ વર્ષ અગાઉ બિસમાર હાલતમાં હતો.જ્યાં તંત્ર દ્વારા આ માર્ગને નવીન બનાવવામાં આવ્યો હતો જો કે આ માર્ગ ને હજુ ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો  હોવા છતાં માર્ગની સાઈડો ઉખડી ગઈ છે. ઠેર ઠેર જગ્યાએ ભ્રષ્ટાચારના ગાબડા પડતાં આ માર્ગની ગુણવતા ઉપર સવાલો ઉઠવા પામ્યાં છે.

સંબંધિત સમાચાર