રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 જુલાઈ, 2026| Super Admin

વિજાપુર વિદેશ કૌભાંડ: મુખ્ય આરોપી ભાવેશ વાળંદને કોર્ટે જામીન ન આપ્યા

વિજાપુર વિદેશ કૌભાંડ: મુખ્ય આરોપી ભાવેશ વાળંદને કોર્ટે જામીન ન આપ્યા

વિજાપુર તાલુકાના વસાઈ ગામના બે યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી અને લૂંટ આચરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં યુવાનોને વિદેશ મોકલવાના બહાને પૈસા લેવા આવેલા શખ્સોએ કુલ ₹64 લાખની માતબર રકમની લૂંટ ચલાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ગંભીર ગુનામાં પકડાયેલા અને હાલમાં જેલમાં બંધ આરોપી ભાવેશ વાળંદ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

મહેસાણાની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ એમ.એફ. ખત્રી સમક્ષ આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવે દ્વારા આરોપી વિરુદ્ધ સચોટ અને ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટમાં વિશેષ રૂપે એ બાબતની દલીલ કરાઈ હતી કે આ કેસની તપાસ દરમિયાન આરોપી પાસેથી ₹10 લાખની રકમ રિકવર પણ કરવામાં આવી છે, જે તેની ગુનામાં સંડોવણી સ્પષ્ટ કરે છે. ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને મહેસાણા સેશન્સ કોર્ટે આરોપી ભાવેશ વાળંદની જામીન અરજી ફગાવી દીધી છે.

ટેગ્સ:#Vijapur

સંબંધિત સમાચાર