રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 એપ્રિલ, 2025| Super Admin

હારીજ નગરપાલિકાના વિપક્ષ નગરસેવક દ્રારા પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરતાં વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ

હારીજ નગરપાલિકાના વિપક્ષ નગરસેવક દ્રારા પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરતાં વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રમુખ પોતાના વોડૅ વિસ્તારના વિકાસ સિવાય અન્ય વિસ્તાર સામે ઓરમાયું વતૅન રાખે છે. હારીજ નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના કોર્પોરેટર બિપિન રાવલે નગરપાલિકા પ્રમુખ સામે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં ત્રણ વિડિયો શેર કરીને આ મુદ્દો ઉઠાવ્યો છે. તેઓના જણાવ્યા અનુસાર, નગરપાલિકા પ્રમુખ માત્ર પોતાના વોર્ડ નંબર 5 માં જ વિકાસ કાર્યો કરાવે છે. અન્ય વિસ્તારોમાં કોઈ કામગીરી થતી નથી. ખાસ કરીને સોમનાથ નગરમાં ગંભીર સમસ્યાઓ છે. અહીંના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાવાની સમસ્યાથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન છે. સોમનાથ-2 વિસ્તારમાં ત્રણ કોર્પોરેટર (એક ભાજપ અને બે કોંગ્રેસના) રહે છે, છતાં પાલિકા તેમની ફરિયાદો સાંભળતી ન હોવાના આરોપ મૂક્યો છે કે જ્યારે પાલિકામાં ચૂંટાયેલી બોડી નહોતી અને વહીવટદાર હતા, ત્યારે કામગીરી વધુ સારી રીતે થતી હતી. કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે વોર્ડ 5ની રજૂઆતો તરત જ ધ્યાને લેવાય છે, જ્યારે અન્ય વોર્ડની અવગણના કરવામાં આવે છે. તેમણે પાલિકા પ્રમુખ પર પક્ષપાતી વર્તન કરવાનો આરોપ મૂકતા સોશિયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરતાં હારીજ નું સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

સંબંધિત સમાચાર