રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ8 મે, 2026| Super Admin

વાવમાં ગંદકી અને ખાડારાજથી જનતા પરેશાન: જાગૃત યુવાનની ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત

વાવમાં ગંદકી અને ખાડારાજથી જનતા પરેશાન: જાગૃત યુવાનની ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત

વાવ શહેરના સોલંકીવાસ વજીરવાસ મહેતાવાસ નકળગ દાદાના મંદિર જેવા વિવિધ વિસ્તારોમાં ગંદકી અને ખાડાઓનું રાજ થતાં સોલંકી વાસના જાગૃત યુવાન એવા કુલદીપસિંહ ગણેશજી સોલંકીએ ઉચ્ચ સ્તરે એક લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે, વાવ શહેરના આ મુખ્ય વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી આવતું નથી વધુમાં પાણીના કનેકશન માટે મહેતાવાસ ચબૂતરા પાસે પાણીની લાઇન માટે ખાડાઓ ખોદેલ છે. પરંતુ હજુ સુધી પાઇપ લાઇન નાખેલ ન હોઈ કોઈ વાહન ચાલી શકતું નથી. તેમજ રાહદારીઓને ચાલવામાં તકલીફ પડે છે. તેમજ દરજીવાસ વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસે ગંદકીનું પ્રમાણ વધી ગયું છે.

 જેથી કરી રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. વધુમાં ગટર લાઇન તૂટવાના લીધે ગંદકી અને કીચડ રાજ વધી ગયું છે. સોલંકી વાસથી નકલંગ દાદા જવાના મુખ્ય માર્ગ પર ખાડાનું પ્રમાણ જોવા મળતા ભક્તોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. કુલદીપસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ તેમજ ટી.ડી.ઓને લેખિતમાં જણાવ્યા અનુસાર આ મુદ્દે જવાબદાર તંત્રને લેખિત મૌખિક રજુઆત કરવા છતાં આ બાબતનું કોઈ નિવારણ આવતું નથી. આગામી ટુક સમયમાં આ બાબતનું નિવારણ નહિ મળે તો લોકો સામુહિક રીતે આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદશન કરશે તેવું જણાવ્યું હતું.

ટેગ્સ:#Vav City

સંબંધિત સમાચાર