રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ26 જૂન, 2026| Super Admin

વાવ-થરાદ પોલીસની ડ્રગ્સ સામે કડક કાર્યવાહી: 24 કેસમાં રૂ.1.42 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વાવ-થરાદ પોલીસની ડ્રગ્સ સામે કડક કાર્યવાહી: 24 કેસમાં રૂ.1.42 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વાવ થરાદ 26 જૂન ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ’ નિમિત્તે વાવ-થરાદ જિલ્લા પોલીસે “Zero Tolerance for Drugs” અભિયાન અંતર્ગત ડ્રગ્સ વિરુદ્ધ હાથ ધરાયેલી કામગીરીની વિગતો જાહેર કરી હતી.

વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા રચના (2 ઓક્ટોબર, 2025) બાદથી આજદિન સુધીમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કુલ 24 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પોષડોડા, હેરોઈન, મોર્ફિન, મેથામ્ફેટામાઇન, મેફેડ્રોન, ચરસ, અફીણ, ગાંજા સહિતના વિવિધ માદક પદાર્થો મળી કુલ રૂ.1,42,39,607નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તથા 69 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને ધ્યાનમાં રાખી વાવ-થરાદ જિલ્લા પોલીસ સતત સતર્ક રહી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે સઘન વોચ રાખી રહી છે. જિલ્લાને ડ્રગ્સમુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા જાહેર જનતાના સહકારની અપીલ પણ કરવામાં આવી છે. ડ્રગ્સના વેચાણ, સેવન અથવા હેરાફેરી અંગે કોઈપણ માહિતી હોય તો વોટ્સએપ હેલ્પલાઇન નંબર 9664792112 પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

આ પ્રસંગે આયોજિત ડ્રગ્સ વિરોધી વોકેથોનમાં જિલ્લાના આગેવાનો, યુવાનો, મહિલાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા પોલીસે તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ ડ્રગ્સમુક્ત વાવ-થરાદ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી છે.

ટેગ્સ:#NDPS Act#Vav Police

સંબંધિત સમાચાર