રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 જુલાઈ, 2025| Super Admin

વડગામના બસુ ગામે સોની વેપારી ગ્રામજનોના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

વડગામના બસુ ગામે સોની વેપારી ગ્રામજનોના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર
ગ્રામજનોએ છાપી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી વડગામ તાલુકાના બસુ ગામે એક સોની વેપારી ગામ લોકોના સોનાચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા ગ્રામજનો છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે.  વડગામ તાલુકાના બસુ ગામે છેલ્લા બાર વર્ષથી રહેતા અને સોની કામ કરી ગુજરાન ચલાવતા એક વેપારીએ ગામ લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો. જેથી ગ્રામજનોને પણ તેના ઉપર વિશ્વાસ આવતા  ગ્રામજનો દ્વારા તેમના દાગીના બનાવવા, ધોવડાવવા તેમજ નાણાંકીય લેવડદેવડ પણ તેની સાથે શરૂ કરવામાં આવી હતી. આમ ગ્રામજનો સાથે ગાઢ સબંધ  થઈ જતા ગ્રામજનો પણ કોઈ પણ સોના ચાંદીનું દાગીનાનું કામ હોય તો ગામના વેપારી પાસે જતા હતા .જેથી વેપારી પાસે 12 થી 15 જણાએ દાગીના ધોવા માટે, હોલમાર્ક કરાવવા  તેમજ બનાવવા માટે દાગીનાઓ આપ્યા હતા. જે દાગીનાઓ લઈ વેપારી છેલ્લા કેટલાક દિવસોથી ભાગી ગયો છે. જેથી તેની દુકાન ન ખુલતા તેમજ ઘરે પણ હાજર ન મળતા તેને ફોન લગાવવામાં આવ્યો હતો.પરંતુ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી ગ્રામજનોને શંકા ગઈ કે આ વેપારી ગામના સોના ચાંદીના દાગીના લઈ રફુ ચક્કર થઈ ગયો છે. જેથી ગામના લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ જ પત્તો ન લાગતા આખરે ગ્રામજનો પોલીસ મથકે આવ્યા હતા અને ગામના સોની વેપારી સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર