રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ19 માર્ચ, 2026| Super Admin

ભાભર પંથકમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો

ભાભર પંથકમાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો
વાવાઝોડાથી અનેક વૃક્ષો અને ૩૦ જેટલા વીજ પોલ તુટી પડયા ખેતરમાં કાપણી કરીને રાખેલા ઘઉં અને તમાકુ પાકને નુકસાન ભાભર પંથકમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ ૩૦ જેટલા વીજ પોલ તુટી પડયાના અહેવાલ છે જેના કારણે જ્યોતિગ્રામ અને ખેતીવાડી વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ ભાભર યુજીવીસીએલની ટીમો સવારથી જ મરામત માટે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવતા જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે ખેતીવાડી વીજપુરવઠો હજું સુધી બંધ છે. ભાભર પંથકમાં ગુરૂવારે અડધી રાતે અચાનક ગાજવીજ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું અને ઝરમર વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજા દિવસે બપોર બાદ પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેતી પાકોને મોટું નુક્સાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વરસાદથી ઉભા પાકને નુકસાન થવાની ભીતી વચ્ચે ખાસ કરીને ખેતરમાં કાપણી કરીને રાખેલા ઘઉં અને તમાકુના પાકને મોટું નુક્સાન થયું છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાની ભીતી ખેડૂતોએ વ્યક્ત કરી છે. જો વરસાદ અને પવન ચાલુ રહેશે. ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.    

સંબંધિત સમાચાર