રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ12 માર્ચ, 2025| Super Admin

હારીજ નજીક છરીની અણીએ બાઈક સવાર અજાણ્યા શખ્સો રૂ.૨૬ લાખની લૂંટ ચલાવી ફરાર થયા

હારીજ નજીક છરીની અણીએ બાઈક સવાર અજાણ્યા શખ્સો રૂ.૨૬ લાખની લૂંટ ચલાવી ફરાર થયા
જિલ્લા પોલીસ વડા દ્રારા જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી કરાવી પોલીસ ટીમોને તપાસમાં લગાવી પાટણ જિલ્લા સહિત મહેસાણા- બનાસકાંઠા પોલીસ ને પણ લૂંટ ને પગલે એલટૅ કરાઈ; પાટણના હારીજ નજીક બાઈક સવાર અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને છરીની અણીએ રૂ. ૨૬ લાખની લૂંટ કરી ફરાર થયા હોવાની ઘટના મામલે પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી કરાવી એલસીબી, એસઓજી સહિત ની પોલીસ ટીમ ને કામે લગાડી છે. તો સાથે સાથે મહેસાણા- બનાસકાંઠા જિલ્લા પોલીસ ને પણ લૂટ મામલે એલટૅ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ લૂટના બનાવની મળતી હકીકત મુજબ ગતરોજ પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક મોડી સાંજે  કેટલાક બાઇક સવારોએ છરીની અણીએ માગૅ પરથી પસાર થઇ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને છરીની અણીએ રૂ.૨૬ લાખ ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તો આ લૂટના બનાવની જાણ પાટણ જિલ્લા પોલીસ વડા ને થતાં તેઓએ તાત્કાલિક એલસીબી અને એસ ઓજી ટીમ સાથે જિલ્લાની પોલીસ ને કામે લગાડી જિલ્લાના તમામ હાઈવે પર નાકાબંધી ગોઠવી લુટ ચલાવનાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ છે. સાથે સાથે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસ ને પણ એલટૅ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લાના હારીજ હાઇવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે સાંજે બાઈક ઉપર આવેલા લૂંટારાઓએ છરીની અણીએ એક આંગડિયા પેઢીના કર્મચારીને ડરાવીને તેની પાસેથી રૂ.૨૬ લાખ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે.

સંબંધિત સમાચાર