રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા14 જૂન, 2025| Super Admin

ઊંઝા માર્કેટયાર્ડ બેંકના કેશિયરે 3.44 કરોડની ઉચાપત કરતા ચકચાર

ઊંઝા માર્કેટયાર્ડ બેંકના કેશિયરે 3.44 કરોડની ઉચાપત કરતા ચકચાર
ઉચાપતના સમાચારને પગલે રોકાણકારો બેંકમાં દોડી આવ્યા; ઊંઝા શહેરના ગંજબજાર ખાતે આવેલી ઊંઝા માર્કેટયાર્ડ કોર્મિશિલ કો ઓપરેટિવ બેંકના કેશિયરે ટુકડે ટુકડે રૂ 3.44 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવતા ઉચાપતના સમાચારને પગલે રોકાણકારો બેંક ખાતે દોડી આવ્યા હતા. બેંક મેનેજમેન્ટ દ્વારા કેશિયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા શહેરમાં ગંજબજાર ખાતે આવેલ માર્કેટયાર્ડ કોર્મિશિલ કો.ઓપરેટિવ બેંકમાં હેડ કેશિયર તરીકે નોકરી કરતા સચિન પટેલે 17 એપ્રિલ 2025 ના ઓડિટ બાદ બેંકમાંથી ટુકડે ટુકડે મળી કુલ રૂ 3 કરોડ 44 લાખની ઉચાપત કરતા ચકચાર મચી જવા પામી છે. જે ઉચાપત બેંક મેનેજમેન્ટના ધ્યાનમાં આવતા હેડ કેશિયર પાસે રિકવરી કરવા માટેની તજવીજ હાથ ધરી છે. હેડ કેશિયર સચિન પટેલ સટ્ટાના રવાડે ચડી ગયો હોવાથી દેવું થઈ જતા ઉચાપત કરી હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ઊંઝા માર્કેટયાર્ડ બેંકના ડિરેક્ટર મહેન્દ્રભાઈ પટેલ બજરંગે જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ બેંકની અંદર અમારા કર્મચારી કેશિયરે ટુકડે ટુકડે રૂ 3કરોડ 44 લાખની ઉચાપત કરી હોવાનું બેંકના ધ્યાનમાં આવ્યું છે. જેથી બેંક દ્વારા રકમ વસૂલ કરવા તજવીજ હાથ ધરાઇ છે. તેમજ બેંકના ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા કેશિયર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. બેંક આર્થિક રીતે સધ્ધર છે. બેંકની વાર્ષિક 3 થી 4 કરોડની આવક છે. બેન્કનો કોઈ પ્રશ્ન નથી બેંકના ડીપોઝટરોએ ચિંતા કરવાની જરૂર નથી. હાલ રિકવરીના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર