રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 જુલાઈ, 2025| Super Admin

યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો તબક્કો શરૂ કરાયો

યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો તબક્કો શરૂ કરાયો

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો તબક્કો શરૂ કર્યો છે. તા.14 જુલાઈથી શરૂ થયેલા જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ 21 જુલાઈ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે.ધોરણ 12 ની પૂરક પરીક્ષા માં પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી જીકાસમાં ફોર્મ ભર્યું નથી, તેઓ આ તકનો લાભ લઈ શકશે. વધુમા જે વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યું છે અને કૉલેજ બદલવા ઇચ્છે છે અથવા પ્રવેશ લીધો નથી, તેઓ પણ અરજી કરી શકે છે.યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કક્ષાએ 60 હજાર બેઠકો માટે અત્યાર સુધીમાં 15 રાઉન્ડ ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં 44,454 વિદ્યાર્થીઓએ સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવ્યો છે. અનુસ્નાતક કક્ષાએ 25,000 બેઠકો માટે પ્રથમ રાઉન્ડમાં 10,479 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જીકાસ કો-ઓર્ડિનેટર ડૉ. ધર્મેન્દ્રભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા બાદ કોલેજમાં જઈને વેરિફિકેશન કરાવવું આવશ્યક છે. દરેક કોલેજમાં વિદ્યાર્થીઓની સહાય માટે હેલ્પ સેન્ટર્સ ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષથી રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોમાં જીકાસ પોર્ટલ મારફત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફરજિયાત કરી છે. કુલ મળીને સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં 54,933 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

સંબંધિત સમાચાર