રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા12 મે, 2026| Super Admin

ડીસામાં ગેરકાયદેસર શોપિંગનું બાંધકામ દૂર કરવા મિલકત ધારકને 15 મે સુધીનું અલ્ટીમેટમ

ડીસામાં ગેરકાયદેસર શોપિંગનું બાંધકામ દૂર કરવા મિલકત ધારકને 15 મે સુધીનું અલ્ટીમેટમ

નગરપાલિકા જાતે ડિમોલિશન કરી ખર્ચ પણ વસૂલશે,દબાણદારોમાં ફફડાટ

નકશા વિરુદ્ધ બાંધકામ અને હાઇવે ઓથોરિટીના નિયમોનું પણ ઉલ્લંઘન

ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટર મંજૂર કરેલા નકશા વિરુદ્ધ  તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો સામે નગરપાલિકા તંત્રે હવે લાલ આંખ કરી છે. વારંવાર આપેલી નોટીસો છતાં બાંધકામ દૂર ન કરાતા, પાલિકાએ આગામી 15 મે 2026 સુધીમાં સ્વૈચ્છિક રીતે બાંધકામ દૂર કરવાની આખરી ચેતવણી આપી છે.

ડીસાના રે.સ.નં. 83 પૈકીના પ્લોટ નં. 32 માં આવેલ 'શ્રીજી સ્કેવર' તથા અન્ય મિલકત ધારકો દ્વારા નગરપાલિકાના મંજૂર પ્લાન કરતા વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું. આ બાબતે ઓગસ્ટ-2024 થી ફેબ્રુઆરી- 2025 સુધી છ જેટલી નોટીસો આપી બાંધકામ અટકાવવા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી ચાલુ રાખતા, ટી.પી. કમિટીએ ઠરાવ પાસ કરી ટી.પી. એક્ટની કલમ 36 હેઠળ આકરું વલણ અપનાવ્યું છે.મિલકત ધારકો દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો હતો કે તેઓને હાઇવે ઓથોરિટીની મંજૂરીની જરૂર નથી. જોકે, નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે કલેક્ટર બનાસકાંઠાના રિવાઈઝ એન.એ. ઓર્ડરની શરતો તેમજ પાલિકાની પરવાનગીની શરત મુજબ હાઇવે ઓથોરિટીની એન.ઓ.સી. મેળવવી ફરજિયાત હતી, જેનું પાલન કરવામાં આવ્યું નથી.તેથી નગરપાલિકા દ્વારા સ્થળ પર જઈને વધારાના બાંધકામનું ડિમાર્કેશન (નિશાની) કરવામાં આવશે.

 ડિમાર્કેશન મુજબનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે 15 મે 2026 ની આખરી સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.જો નિયત સમયમાં બાંધકામ દૂર નહીં કરાય, તો નગરપાલિકા પોતાના સાધનોથી ડિમોલિશન કરશે. આ પ્રક્રિયામાં થનાર તમામ ખર્ચ પણ મિલકત માલિક પાસેથી વસૂલવામાં આવશે.​ ડિમોલિશન દરમિયાન સ્ટ્રક્ચરને થતા નુકસાન કે કોઈ જાનહાનિ માટે સંપૂર્ણ જવાબદારી મિલકત ધારકની રહેશે.​નગરપાલિકાના આ કડક વલણથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર