રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા15 જાન્યુઆરી, 2025| Super Admin

કારના હપ્તા બાકી છે તેમ કહી બે યુવકો કારની લૂંટ કરી ફરાર : બન્ને આરોપી ને પોલીસે કાર સાથે દબોચ્યા

કારના હપ્તા બાકી છે તેમ કહી બે યુવકો કારની લૂંટ કરી ફરાર : બન્ને આરોપી ને પોલીસે કાર સાથે દબોચ્યા
વડગામ તાલુકાના વેસા અને નાવીસણા ગામ ના યુવકો નું કારસ્તાન, છાપી પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યા વડગામ તાલુકાના નાનોસણા ગામે શનિવાર સાંજે કાર લઈ ચા લેવા ગયેલ ઇસમ પાસે બે બાઇક સવારો આવી કારના લોનના હપ્તા બાકી છે તેમ કહી કાર ની લૂંટ કરી ફરાર થઇ જતા કાર માલીકની ફરિયાદ આધારે છાપી પોલીસે કાર તેમજ બાઇક સાથે બે યુવકો ને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર ના લક્ષ્મીચંદ શંકરલાલ પટેલે વડગામ તાલુકાના નાનોસણા ગામે ખેતીની જમીન રાખેલ હતી જેનું લેવલિંગ નું કામ કરવા માટે યોગેશભાઈ રમેશભાઈ રોડ તેમજ ડ્રાઇવર ને શનિવાર સવારે જગ્યા ઉપર એર્ટીગા કાર લઈ મોકલ્યા હતા.દરમિયાન સાંજના સમયે નાનોસણા બસસ્ટેન્ડ ઉપર આવેલ ચાની લારી ઉપર ચા લેવા યોગેશભાઈ ગયા હતા.તે દરમિયાન બાઇક ઉપર બે યુવકો આવી કારની આસપાસ ફરી પૂછપરછ કરતા કહ્યું હતું કે અમે માસ ફાયનાન્સ માંથી આવીએ છીએ.આ કાર સિઝિંગ માં છે અને કારના હપ્તા બાકી છે તેમ કહી કારની ચાવી લઈ લીધી હતી.અને કહ્યું હતું કે ચાલો તમારા શેઠ જોડે જઈએ તેમ કહી યોગેશભાઈ ને કાર માંથી ઉતારી એક ઇસમે કાર ચલાવા લાગ્યો હતો જ્યારે યોગેશભાઈ ને બાઇક ઉપર બેસવા કહ્યું હતું પણ યોગેશભાઈ ચા લેવા નું કહેતા બાઇક ઉપર થી નચે ઉતરતા બીજો યુવક બાઇક લઈ નાસી છૂટ્યો હતો. જોકે કાર માલિક ને સમગ્ર ઘટના ની જાણ થતાં છાપી પોલિસ નો સંપર્ક કરતા છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, પોકો સુરેશભાઈ સહિત ની ટિમ સતર્ક બની હ્યુમન સોર્શીસ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદ થી કારની લૂંટ કરનાર બે યુવકો ને કાર તેમજ ગુના માં વપરાયેલ બાઇક સાથે બન્ને આરોપીઓને ગણતરી ના કલાકો માં ઝડપી પાડી કારની લૂંટનો ભેદ ઉકેલયો હતો. ઝડપાયેલા આરોપી ના નામ (૧) સાગર  બાબુભાઇ ગટાર રહે.નાવીસણા તા.વડગામ, (૨) રોહિતજી રમેશજી સોલંકી રહે.વેસા.તા. વડગામ લૂંટની નવી મોડ્સ ઓપરેન્ડી: વડગામના નાવીસણા ગામે કારની લૂંટ કરવામાં નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. ફાયનાન્સ કંપની ના હપ્તા બાકી છે તેમ કહી વાહન સિઝિંગ માં છે. તેમ કહી કારની લૂંટ કરવામાં આવી હતી. આ ઘટના ને લઈ લોકો સતર્ક રહે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

સંબંધિત સમાચાર