રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જૂન, 2025| Super Admin

થરાદની નર્મદા નહેરમાંથી બે યુવકોના મૃતદેહ મળતાં અરેરાટી

થરાદની નર્મદા નહેરમાંથી બે યુવકોના મૃતદેહ મળતાં અરેરાટી
ડેરી અને ચુડમેર પુલ પાસેથી મૃતદેહ મળતાં વાલીવારસોને સોંપાયો; 2006માં થરાદ પંથકમાં આવી ત્યારથી ગોઝારી બની રહેલી થરાદની નર્મદા નહેરમાં હત્યા,આપઘાત અને આકસ્મિક મૃત્યુના બનાવોનો સિલસીલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. જેમાં વધુ બે બનાવોનો ઉમેરો થવા પામ્યો હતો. થરાદ પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડે જણાવ્યું હતું કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ પાસે વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવ્યું છે. તેવો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતાં ઘટનાસ્થળે પહોંચી શોધખોળ કરી હતી. પણ ડેડબોડી મળી ન હતી. અને આજે સવારે શોધખોળ ચાલુ કરતાં એક કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો. જેને કેનાલમાંથી બહાર નીકાળી વાલીવારસોંને સોંપી અને ડેડબોડી પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 15.47 કલાકે કોલ મળેલ કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ચુડમેર પુલ નજીક યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા ઘટનાસ્થળે પહોંચી શોધખોળ કરી હતી. પરંતુ મૃતદેહ મળેલ ન હતો. બીજી બાજુ વહેલી સવારે લોકલ તરવૈયા દ્વારા પાંચ કલાકની શોધખોળ ચાલુ કરતાં ડેડબોડી મળેલ ન હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડ દ્વારા પહેલો મૃતદેહ નીકાળી શોધખોળ ચાલુ કરતાં એક કલાકની વધુની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો. બંન્ને મૃતદેહ કેનાલમાંથી બહાર નીકાળી વાલીવારસોંને સોંપેવામાં આવ્યો હતો. થરાદની નર્મદા નહેરમાંથી અવિરત મળી રહેલા મૃતદેહોના બનાવોને લઇને ચિંતા અને અરેરાટીની લાગણી પ્રસરવા પામી હતી.

સંબંધિત સમાચાર