રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા11 નવેમ્બર, 2024| Super Admin

પાલનપુરના ગઢ ગામે શિક્ષિકાના બંધ મકાનમાં ચોરી કરનાર બે ઇસમો ઝડપાયા

પાલનપુરના ગઢ ગામે શિક્ષિકાના બંધ મકાનમાં ચોરી કરનાર બે ઇસમો ઝડપાયા

પોલીસે સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર અને ખરીદનાર ત્રણની અટકાયત કરી ગામના જ બે તસ્કરો પાસે અને વેપારી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરાયો પાલનપુર તાલુકાના ગઢ ગામે રહેતી એક શિક્ષિકા દિવાળી વેકેશનને લઇ વડોદરા ખાતે તેમની માતાને મળવા ગઇ હતી દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા જે અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો બનાવી ગણતરીના દિવસો ચોરીને અંજામ આપનાર બે ઈસમો તેમજ ચોરીનો માલ ખરીદનાર સહિત ત્રણ ઇસમોની અટકાયત કરી છે. 

પાલનપુરના ગઢ ગામે કેળવણી મંડળ સંચાલિત સ્કૂલમાં પ્રાઇવેટ શિક્ષકા તરીકે નોકરી કરતા સરસ્વતી તાલુકાના મેસર ગામના ભાવનાબેન ભરતકુમાર પંચાલ જેનો ગઢ ખાતે મેઘદૂત સોસાયટીમાં ભાડે રહે છે જોકે શાળામાં દિવાળી વેકેશનને લઇ આ શિક્ષકા તા.26 ઓકટોબરના રોજ વડોદરા તેમની માતાને મળવા ગયા દરમ્યાન તા.4 નવેમ્બરની રાત્રે અજાણ્યા તસ્કરોએ ગઢ ખાતે શિક્ષિકાના બંધ મકાનનું તાળું તેમજ પેટીનો નકુચો તોડી તેનાથી દોઢ તોલા સોનાની એક ચેઇન, બે તોલાની એક જોડ સોનાની બંગડી, ચાંદીની ત્રણ જોડ પાયલ,ચાંદીનો ઝૂડો બે મોબાઈલ સહિત કુલ.રૂ.49600 ના મુદ્દામાલની ચોરી કરી રાત્રીના અંધારામાં પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે શિક્ષિકાએ ગઢ પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવતા ગઢ પી.આઈ કે.એમ.વસાવાએ તસ્કરોને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી હ્યુમન સોર્સના આધારે ગઢ ખાતે રહેતા દેવાભાઇ જેસુંગભાઇ કાતરીયા (ચોધરી) અને ગઢમાં ખસા રોડ પર રહેતા ધવલજી હારજીજી ઠાકોરને ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરતાં તેમને આ ચોરીની કબૂલાત કરી હતી અને ચોરીનો માલ પાલનપુરમાં મોટી બજાર જૈન દેરાસર પાસે રહેતા વેપારી મહેન્દ્રકુમાર ગણેશભાઈ શાહ (જૈન)ને વેચ્યો હોવાનું જણાવતા પોલીસે ચોરીના મુદ્દામાલ વેપારીને ઝડપી પાડી ત્રણેય આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સંબંધિત સમાચાર