રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 મે, 2025| Super Admin

ડીસાના રહેણાંક વિસ્તારોમાં બનતા બે ગેરકાયદેસર કોમર્શિયલ ગોડાઉનો સીલ

ડીસાના રહેણાંક વિસ્તારોમાં બનતા બે ગેરકાયદેસર કોમર્શિયલ ગોડાઉનો સીલ
ગેરકાયદેસર બાંધકામો સામે નગરપાલિકાની લાલ આંખ : ડીસા શહેરના વિરેન પાર્ક અને લાલ ચાલી જેવા રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ ગોડાઉનોના ગેરકાયદેસર બાંધકામ સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. આજુબાજુના રહીશો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બંને જગ્યાએ ચાલી રહેલા બાંધકામને અટકાવી દેવામાં આવ્યું છે અને સ્થળ પર નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિરેન પાર્ક અને લાલ ચાલી વિસ્તારમાં પ્લોટ ધારકો દ્વારા રહેણાંક ઝોનમાં કોમર્શિયલ ગોડાઉનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ બાંધકામ માટે ડીસા નગરપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી. જેને કારણે આજુબાજુના રહેવાસીઓને ભારે અસુવિધા અને પરેશાની ભોગવવી પડી રહી હતી. રહીશો દ્વારા નગર પાલિકામાં આ અંગેની લેખિત ફરિયાદ કરવામાં આવતા, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી હતી.ચીફ ઓફિસરના આદેશથી, નગરપાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે વિરેન પાર્ક અને લાલ ચાલી ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સ્થળોની મુલાકાત લીધી હતી.સ્થળ પર તપાસ કરતા જણાયું હતું કે, ગોડાઉનના માલિકો પાસે બાંધકામ માટેની કોઈ કાયદેસર પરવાનગી નથી. આથી, નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી બંને જગ્યાએ કામ અટકાવવાનો આદેશ આપ્યો હતો અને સ્થળ પર નોટિસ ચોંટાડીને બાંધકામ સીલ કરી દેવામાં આવ્યું હતું.નગરપાલિકાના આ કડક પગલાથી ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર