રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 જુલાઈ, 2026| Super Admin

મહેસાણામાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને બે મિત્રો સાથે ૩ લાખ રૂપિયાની છેતરપિંડી

મહેસાણામાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને બે મિત્રો સાથે ૩ લાખ રૂપિયાની છેતરપિંડી

મહેસાણા શહેરમાં રહેતા બે યુવાનોને ઓસ્ટ્રેલિયાના વર્ક અને ટુરિસ્ટ વિઝા અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની એકતાનગર સોસાયટીના રહીશ ૩૬ વર્ષીય નિકુલસિંહ ઝાલા અને તેમના મિત્ર વિશાલભાઈ પટેલને વિસનગર તાલુકાના કડા ગામના કિશન પટેલ તથા જયપાલસિંહ ચાવડા નામના શખ્સોએ ઓસ્ટ્રેલિયા મોકલવા માટે ૩૫ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. આ માટે ગત ૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બંને મિત્રોએ આરોપીઓ પર ભરોસો મૂકીને રોકડા અને ચેક મારફતે કુલ ૪ લાખ રૂપિયા એડવાન્સ પેટે ચૂકવ્યા હતા.

એડવાન્સ રકમ ખંખેરી લીધા બાદ આ ગઠિયાઓએ બંને મિત્રોને વોટ્સએપના માધ્યમથી બોગસ મેડિકલ રિપોર્ટ, સ્પોન્સર લેટર તેમજ ઓસ્ટ્રેલિયન એમ્બેસીની નકલી એપોઇન્ટમેન્ટ અને અરજીની પીડીએફ ફાઇલો મોકલી આપી હતી. જોકે, ઘણા મહિનાઓ વીતી જવા છતાં વિઝાની કોઈ નક્કર કાર્યવાહી ન થતાં યુવાનોને શંકા ગઈ હતી. પરિણામે, નિકુલસિંહે આરોપી કિશન પટેલનો સંપર્ક કરી વિઝાની પ્રક્રિયા રદ કરવા અને પોતાના આપેલા નાણાં પરત આપવા માટે કડક માંગણી કરી હતી.

નાણાં પરત માંગતા આરોપી કિશન પટેલે ગલ્લાંતલ્લાં કરી ઓનલાઈન અને રોકડ સ્વરૂપે માત્ર ૧ લાખ રૂપિયા જ પાછા આપ્યા હતા, જ્યારે બાકીના ૩ લાખ રૂપિયા ચૂકવવા અંગે માત્ર ખોટા વાયદાઓ જ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી કિશન પટેલ વિરુદ્ધ અગાઉ પણ વિસનગર તાલુકા પોલીસ મથકમાં આવા જ વિઝા કૌભાંડનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોતાની સાથે આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત થયો હોવાનું સમજાતા, અંતે ભોગ બનનાર નિકુલસિંહ ઝાલાએ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે વિધિવત રીતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર