રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ2 જૂન, 2026| Super Admin

વાવાઝોડાના કારણે વાવના માડકા અને ભાભરના તનવાડમાં બે ના કરુણ મોત

વાવાઝોડાના કારણે વાવના માડકા અને ભાભરના તનવાડમાં બે ના કરુણ મોત

જિલ્લામાંથી વાવાઝોડા અને વરસાદના કારણે સર્જાયેલી એક અત્યંત દૂઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી રહી છે. ગઈકાલે મોડી રાત્રે આખા જિલ્લામાં ત્રાટકેલા પ્રચંડ વાવાઝોડા અને તોફાની વરસાદના કારણે અલગ-અલગ બે ઘટનાઓમાં એક મહિલા અને એક પુરુષનું કરુણ મોત નીપજ્યું છે.પહેલી હૃદયદ્રાવક ઘટના વાવ તાલુકાના માડકા ગામમાં બની છે. જ્યાં ભારે પવન વચ્ચે પોતાની વાછરડીને બચાવવા જઈ રહેલા ૪૨ વર્ષીય ભગવાનભાઈ પટેલ પર લોખંડી પતરાનો આખો શેડ ધરાશાયી થઈ ગયો હતો. શેડ નીચે દબાવાને કારણે ભગવાનભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં કાળો આક્રંદ છવાયો છે. જ્યારે બીજી ઘટના ભાભર તાલુકાના તનવાડ ગામમાં ઘટી છે. જ્યાં રાત્રિ દરમિયાન ફૂંકાયેલા જોરદાર પવનને કારણે એક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ કાળમુખા વૃક્ષ નીચે દબાઈ જવાથી ૬૦ વર્ષના કાશુબેન વાઘેલાનું પણ કમનસીબ મોત નીપજ્યું છે.

કુદરતના આ પ્રકોપમાં બે હોનહાર નાગરિકો ગુમાવતા સમગ્ર વાવ-થરાદ અને ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માડકા ગામના મૃતક ભગવાનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ આપત્તિમાં ભોગ બનેલા પરિવારોને તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. 

સંબંધિત સમાચાર