રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ25 ઑગસ્ટ, 2025| Super Admin

અડિયા દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમ એમ બે દિવસીય ધાર્મિક મેળા નો પ્રારંભ

અડિયા દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમ એમ બે દિવસીય ધાર્મિક મેળા નો પ્રારંભ

હારિજ તાલુકાના અડીયા ગામના દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમએમ બે દિવસીય ધાર્મિક મેળાનો શનિવારે ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. આ ધાર્મિક મેળાને અનુલક્ષીને દુધેશ્વર મહાદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકી એક અડીયા જાગીરદાર મઠનો ૫૦૦ વર્ષ જૂનો અખાડો અહીં આવેલો છે. આ સ્થળે પ્રાચીન સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ પ્રગટ થયા હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો દ્વારા દર્શન માટે આવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તોએ શિવજીને બીલીપત્ર,જળ અને દૂધના અભિષેક સાથે સુખડીનો પ્રસાદ અપૅણ કરી ધન્યતા અનુભવી હતી. શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિવાર થી શરૂ થયેલા ધાર્મિક મેળામાં બાળકોના મનોરંજન માટે મોટી-નાની ચકડોળ અને ઇલેક્ટ્રિક રાઇડર્સ સહિત ખાણીપીણી ના સ્ટોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો સફેદ લુક્તિની ખરીદી માટે કંદોઈના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. અડીયા ગામના યુવા સ્વયંસેવકો મેળાના બે દિવસ દરમિયાન પોતાની સેવા આપી રહ્યા છે. મેળાની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર