રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના છેવાડાના નવા તથા જુના ફુદેડામાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

મહેસાણા જિલ્લાના છેવાડાના નવા તથા જુના ફુદેડામાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા, જે આપણા દેશ માટે એક ગહન શોકની ઘડી છે. આ દુઃખદ સમયમાં, નવા ફુદેડા ગામ તથા જુના ફુદેડા ગામનાના તમામ ગ્રામજનોએ એકજૂટ થઈ, આતંકીઓની ગોળીનો નિર્દોષ શિકાર બનેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી, મૌન પાળી અને ભારત સરકારને દેશમાંથી આતંકવાદનો સફાયો કરવા તેમજ શાંતિ અને સુરક્ષા સ્થાપવા માટે કડક પગલાં લેવાનું આહ્વાન કર્યું હતું. નવા અને જૂના ફુદેડા ગામના તમામ ગ્રામજનોને દેશભક્તિના સંદેશ સાથે આહ્વાન કરવામાં આવ્યું હતું કે તમારો આ દૃઢ નિશ્ચય અને સંગઠિત પ્રયાસ દેશના દરેક નાગરિકને આતંકવાદ સામે લડવાની પ્રેરણા આપે છે. તમે જે રીતે એકસૂરે શાંતિ અને સુરક્ષા માટે અવાજ ઉઠાવ્યો, તે દેશના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવાના સંઘર્ષમાં મહત્વનું યોગદાન આપશે. ચાલો, આપણે સૌ મળીને શપથ લઈએ કે આપણે દેશની એકતા, અખંડતા અને શાંતિ માટે હંમેશા સમર્પિત રહીશું. ભારત માતાના વીર સપૂતો, આજે આણે એક સ્વરે કહીએ “આતંકવાદનો અંત થશે, ભારત વિજયી થશે!” નવા ફુદેડાના ગ્રામજનોની આ દેશભક્તિની જ્યોત દેશના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવશે. આપનો આ સંદેશ દેશની સુરક્ષા અને શાંતિના પાયામાં નવું જોમ ઉમેરશે. દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિનો આ અગ્નિ પ્રજ્વલિત રાખવા ખાસ સૂચન કરવામાં આવ્યું હતું. જ્યાં નવા અને જૂના ફુદેડા ગામના ગ્રામજનો સહિત આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા.

સંબંધિત સમાચાર