રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા27 એપ્રિલ, 2026| Super Admin

વેપારીઓનો હડતાલનો હુંકાર : બનાસકાંઠામાં એગ્રોની દુકાનોના તાલાં, સરકાર સામે વિરોધ પ્રદર્શન

વેપારીઓનો હડતાલનો હુંકાર : બનાસકાંઠામાં એગ્રોની દુકાનોના તાલાં, સરકાર સામે વિરોધ પ્રદર્શન

 બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની 1300 થી વધુ દુકાનો બંધ રહી 

દેશભરના કૃષિ ઇનપુટ વેપારીઓની લાંબા સમયની પડતર સમસ્યાઓ અને ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે 'ઓલ ઇન્ડિયા એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન' (AIDA) ના આહવાન પર સોમવારે  બનાસકાંઠા અને વાવ થરાદ  જિલ્લાના 1300 જેટલા એગ્રો વેપારીઓએ એક દિવસીય પ્રતીકાત્મક બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. 

મહારાષ્ટ્રમાં શરૂ થયેલા અનિશ્ચિત મુદતના બંધને સમર્થન જાહેર કરતા બનાસકાંઠા એગ્રો ઇનપુટ મર્ચન્ટ એસોસિએશન (BAIMA) દ્વારા નાયબ ખેતી નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ​એસોસિએશનના પ્રમુખ યશવંતભાઈ પટેલ અને મંત્રી બાબુભાઈ ભેડાએ જણાવ્યું હતું કે, કૃષિ વેપારીઓ હાલ અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં  ​ફરજિયાત ટેગિંગ બંધ કરવું,યુરિયા અને ડીએપી જેવા સબસિડીવાળા ખાતરો સાથે અન્ય બિનજરૂરી ઉત્પાદનો જબરજસ્તી વેચવા માટે કંપનીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે, જે તાત્કાલિક બંધ કરવું, ખાતરના વેચાણ પર મળતા જૂના કમિશન માળખામાં સુધારો કરી માર્જિન વધારો કરવો,

​સીલબંધ પેકિંગવાળા માલના સેમ્પલ ફેલ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉત્પાદક કંપનીની હોવી જોઈએ, વેપારીને જવાબદાર ગણવા જોઈએ નહીં, ખાતરનો પુરવઠો સીધો વેપારીના વેચાણ કેન્દ્ર કે દુકાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા ફરજિયાત કરવામાં આવે તેમજ નેનો યુરિયા અને નેનો ડીએપીના વપરાશ અંગે ખેડૂતોમાં હજુ અનેક પ્રશ્નો છે, તેથી તેનું વેચાણ વેપારીઓ પર ફરજિયાત લાદવું જોઈએ નહીં.આ ઉપરાંત પોર્ટલમાં આવતી વારંવારની એરર અને સ્ટોક વેરિએશનની સમસ્યાઓ દૂર કરી વ્યવસ્થા સરળ બનાવવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરી રહ્યા છે.

​એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે રાખવામાં આવ્યો હતો. ખેતીના હિતોને ધ્યાનમાં રાખીને આવશ્યક સેવાઓમાં કોઈ અવરોધ ન આવે તેનું પૂરતું ધ્યાન રખાયું હતું. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના તમામ તાલુકા મથકોના વેપારી સંગઠનોએ આ પ્રતીકાત્મક બંધને સર્વાનુમતે ટેકો જાહેર કર્યો છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર