રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 મે, 2025| Super Admin

ઉનાવા માર્કેટયાર્ડના વેપારીઓ વિવિધ મુદ્દે હરાજીથી અળગા રહ્યા

ઉનાવા માર્કેટયાર્ડના વેપારીઓ વિવિધ મુદ્દે હરાજીથી અળગા રહ્યા
ઉનાવા એપીએમસી ખાતે બેઠક યોજી; ઊંઝા નજીક આવેલ ઉનાવા એપીએમસી ખાતે ગંજબજારમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદે આજે ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી આજે હરાજી પક્રિયાથી અળગા રહ્યા હતા. જોકે ઉનાવા એપીએમસી દ્રારા હરાજી ચાલુ રખાઈ હતી પરતું વેપારીઓ હરાજીમાં જોડાયા ન હતા. વિગતો અનુસાર ઉનાવા એપીએમસી ખાતે શેષ લેવા સહિતના મુદ્દે આજે કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓએ તત્કાલિક બેઠક યોજી હતી. જેમાં શેષ મુદ્દે ઉનાવા એપીએમસીના સેક્ટરી રાજેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. વેપારીઓની માગ છે કે, તમામ જણસીની શેષ ગેટ પરજ લેવામાં આવે. ઉનાવા એપીએમસી ખાતે વેપારીઓ હરાજી કામકાજથી અળગા રહેતા માર્કેયાર્ડ બંધ જેવું રહેવા પામ્યું હતું. આ મુદ્દે શૌરીન પટેલના વેપારીએ જણાવ્યું હતું કે ઉનાવા ગંજબજારમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓની બેઠક યોજાઈ હતી. વેપારીઓએ શેષ સહિતના મુદે રજૂઆત કરી છે. જ્યાં સુધી વેપારીઓના પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી વેપારીઓ હરાજીમાં નહીં જોડાય. આ અંગે ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વેપારીઓની બેઠક યોજાયેલ બાદ વેપારીઓની માંગ છેકે જણસી પર લેવાતી શેષ ગેટ પરથી લેવામાં આવે. જોકે શેષ મુદ્દો બોર્ડ ઓફ ડિરેક્ટરનો હોય બોર્ડ ઓફ ડિરેક્ટર સમક્ષ અરજી મૂકીશું.

સંબંધિત સમાચાર