રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 મે, 2025| Super Admin

પાટણ એપીએમસી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં વેપારી ખેડૂતો અને મહિલાઓએ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કર્યું

પાટણ એપીએમસી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં વેપારી ખેડૂતો અને મહિલાઓએ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કર્યું
બ્લડ ડોનરો નો આભાર વ્યક્ત કરતા એપીએમસીના ચેરમેને દેશ સેવામાં સહભાગી બનવા સૌને અપીલ કરી; ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે આ પરિસ્થિતિમાં યુદ્ધ સર્જાય અને આપણા ભારતીય જવાનો અથવા આમ નાગરિકો ઈજાગ્રસ્ત બને તો તેમને તાત્કાલિક સારવારની સાથે સાથે જરૂરિયાત મુજબનું બ્લડ ઉપલબ્ધ બની રહે તેવા ઉદેશથી પાટણ શહેરમાં વિવિધ સેવાકીય- સામાજિક સંસ્થાઓ દ્વારા તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શનિવારના રોજ પાટણ એપીએમસી હોલ ખાતે એપીએમસીના ચેરમેન સહિત સમગ્ર ટીમ દ્વારા રોટરી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી ખાતે આયોજિત કરાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં વેપારીઓ, ખેડૂતો સહિત મહિલાઓએ પણ સ્વેચ્છાએ પોતાનું રક્તદાન કરી દેશ સેવામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે સૌ બ્લડ દાતાઓનો આભાર વ્યક્ત કરતાં જરૂર ના સમયે દેશ સેવા માટે બ્લડ ડોનેટ કરવા બ્લડ દાતાઓને અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર