રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન

​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન
વરસાદી પાણીના યોગ્ય નિકાલની ઉગ્ર માંગ ઉઠી; ડીસા શહેરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ બની છે. આ વિસ્તારમાં અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે, પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી વેપારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે. આ પાણી કલાકો સુધી ભરાયેલું રહે છે, જેના કારણે વાહનોની અવરજવરમાં મોટી અડચણ ઊભી થાય છે. ખાસ કરીને ભારે વાહનો અને ટ્રકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, ભરાયેલા પાણીથી વેપારીઓના માલસામાનને નુકસાન થવાનો ભય પણ રહે છે. વરસાદી પાણી ભરાવાને કારણે રોડ-રસ્તા પણ જર્જરિત થઈ રહ્યા છે, જે અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિક ઉદ્યોગકારો અને કામદારો દ્વારા આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જીઆઈડીસીના સંચાલકો કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓની માગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન થતી મુશ્કેલીઓનો અંત આવે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સુચારુરૂપે ચાલી શકે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહિ આવે તો વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે.

સંબંધિત સમાચાર