રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 મે, 2026| Super Admin

સમીના માંડવી ગામની સીમમાં ત્રણ રોઝનો શિકાર થતાં વન વિભાગ અને પોલીસ દોડતી થઈ

સમીના માંડવી ગામની સીમમાં ત્રણ રોઝનો શિકાર થતાં વન વિભાગ અને પોલીસ દોડતી થઈ

ખેતરમાં રહેતા ખેડૂતો દોડી આવતા શિકારીઓ કાર છોડી ફરાર થયા

પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામમાં કેનાલ નજીક સીમ વિસ્તારમાં મધરાતે ત્રણ રોઝ શિકાર કરવામાં આવ્યો છે. બે બ્લેક કલરની સેન્ટ્રો કારમાં આવેલા શિકારીઓ બંદૂકથી શિકાર કરી ગાડીઓ છોડી ફરાર થઈ ગયા હતા.આ ઘટના મધરાતે બની હતી, જ્યારે શિકારીઓએ બંદૂક વડે રોઝને નિશાન બનાવી હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને સ્થાનિક ખેડૂતો અને રહીશો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને તાત્કાલિક 112 પર પોલીસઅને વન વિભાગ ને જાણ કરી હતી.પોલીસ અને વન વિભાગ ની ટીમેની ગાડી ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી.વન વિભાગની તપાસ દરમિયાન એક રોઝનું માસ કટીંગ કરીને ગાડીમાં ભરેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બે રોઝના મૃતદેહ પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા નીલગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે 1962ની ટીમને જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટના અંગે વન વિભાગના અધિકારી ડી એસ સિંધવે જણાવ્યું હતું કે, "અમે જ્યારે સવારે વહેલા આવ્યા ત્યારે અમને અહીંયા એક જાગૃત નાગરિક તરીકે એક માણસનો કોલ કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા, જે દરમિયાન અમારા સામાજિક વનીકરણના સ્ટાફના માણસો એ એમની સાથે રહી અને નોર્મલ અને વિસ્તરણ બંને સાથે રહી અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ તેના બે મૃતદેહ અને કંકાલ મળી આવ્યા હતા જે અમે કબજે લીધા છે અને એક સેન્ટ્રો ગાડી છે જે પણ અમે આજે કબજે લીધેલી છે અને એ દરમિયાન અમે આગળની ક ધોરણોસર આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. પાટણ જિલ્લાના સમી પંથકમાં શિકારીઓ દ્વારા રાત્રિના સમયે રોજના શિકાર મામલે પંથકના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આવા શિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ઘરે એવી માંગ પ્રબળ બનવા પામી છે.

સંબંધિત સમાચાર