રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ23 મે, 2026| Super Admin

ઓગડ તાલુકાના વડા ગામે સ્મશાન ભૂમિમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ઓગડ તાલુકાના વડા ગામે  સ્મશાન ભૂમિમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

પોલીસે કુલ રૂ. ૯૦૪૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લાના ઓગડ (થરા) તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના વડા ગામે આવેલી સ્મશાન ભૂમિમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૯૦૪૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. થરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને વડા ગામની સ્મશાન ભૂમિમાં કેટલાક લોકો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.આ માહિતીના આધારે, પોલીસે પંચોને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે રાજદીપસિંહ ભીખુભા ઝાલા, મુકેશસિંહ હરીભા વાઘેલા અને મહેન્દ્રસિંહ વનરાજસિંહ વાઘેલા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ,મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી આવ્યા હતા.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ.૧૦૪૭૦ રોકડા, ત્રણ મોબાઈલ ફોન અને ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ. ૯૦૪૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. થરા પોલીસે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર