રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા2 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાલનપુરના કાણોદરમાં રિક્ષામાં પર પ્રાંતિય દારૂની હેરાફેરી કરતા ત્રણ પકડાયા

પાલનપુરના કાણોદરમાં રિક્ષામાં પર પ્રાંતિય દારૂની હેરાફેરી કરતા ત્રણ પકડાયા
એક યુવક અને બે મહિલા સામે કાયદેસરની કાર્યવાહી પાલનપુર તાલુકાના કાણોદરમાં હાઈવે પરથી બનાસકાંઠા એલ.સી.બી.એ બાતમી આધારે રિક્ષામાં પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પકડી પાડી તેમના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં બુટલેગરો દારૂ ને ઘૂસાડવા અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા દારૂની બદીને અટકાવવા માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસ વડાની સૂચના અન્વયે પાલનપુર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની ટીમ પાલનપુર તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક રીક્ષામાં પરપ્રાંતિય દારૂ લઈ રાજસ્થાનથી અમીરગઢ થઈ ચિત્રાસણીથી પાલનપુર તરફથી આગળ જઈ રહી છે જે બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા કાણોદર નજીક નાકા બંધી કરી હતી. તે દરમિયાન બાતમી મળેલ રીક્ષા આવતા પોલીસ દ્વારા રીક્ષાને રોકી રીક્ષા ચાલક અને તેની સાથે બેસેલ બે મહિલાઓની પૂછપરછ કરી રીક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી પરપ્રાંતિય દારૂની 49,485 રૂપિયાની કુલ 261 બોટલ મળી આવી હતી .પોલીસે  રીક્ષા દારૂની બોટલ સહિત કુલ 249485 રૂપિયાનો મુદામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર રિક્ષા ચાલક જાવીદભાઈ રહીમભાઈ મન્સુરી,  જાગૃતિબેન સનીભાઈ ચુનારા અને રેણુકાબેન રાહુલભાઈ ચુનારા વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.    

સંબંધિત સમાચાર