રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ31 જાન્યુઆરી, 2025| Super Admin

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના આઇકોનિક માર્ગ મામલે વોટિંગ કરાતા ખળભળાટ મચ્યો

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના આઇકોનિક માર્ગ મામલે વોટિંગ કરાતા ખળભળાટ મચ્યો
એજન્ડા પરના 56 અને વધારાના 12 કામ મળી કુલ 68 વિકાસના કામોની ચર્ચા વિચારણા કરાઈ કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલત્વી રાખેલ કનસડા દરવાજા નજીક અણહિલ ભરવાડની પ્રતિમાને વધારાના કામને સામાન્ય સભામાં મંજુર કરાયુ પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે ગુરુવારે સાંજે મળેલી સામાન્ય સભામાં અગાઉ રૂપિયા બે કરોડના ખર્ચે મંજુર થયેલા શહેરના આઇકોનિક માર્ગ મામલે પાલિકા પ્રમુખ દ્રારા ગુ.મ્યુ.એકટની કલમ-૨૫૮ (૩) મુજબ કમિશનર મ્યુનિસીપાલીટી સમક્ષ અપીલ દાખલ કરેલ હોય આ સંજોગો ચાલું સામાન્ય સભાના એજન્ડા ઉપરના ઉપરોક્ત કામ બાબતે નિર્ણય કરવા વોટીંગ કરવામાં આવ્યું હતું જોકે આ કામ બાબતે અપીલમાં ગયેલા ચિફ ઓફિસર અને પાલિકા પ્રમુખના વિરુદ્ધ સતાધારી નગરસેવકો એ વોટીંગ કરી બહુમતી દશૉવતા પાલિકા ની સામાન્ય સભા સ્તબ્ધ બની હતી. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા મા પાલિકા પ્રમુખની ઉપરવટ જઈને પાર્ટીના નિયમ વિરુદ્ધ સતાધારી પક્ષના નગરસેવકોએ આઈકોનિક માગૅ મામલે વોટીંગ કરાવી બહુમતી દેખાડતા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા સામે અનેક પ્રશ્નોનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.તો આ મામલે વિપક્ષના કોપોરેટરો એ પણ ટીકા પાત્ર ગણાવી હતી. પાટણ પાલિકાના સભાખંડ ખાતે મળેલી સામાન્ય સભામાં એજનાં પરના કુલ 56 કામો અને વધારાના 12 કામો મળી કુલ 68 જેટલા વિકાસ કામો ની ચર્ચા કરવામાં આવી હતી તો વધારાના કામમાં અગાઉ કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલતવી રાખેલ પાટણ શહેરના કનસડા દરવાજા નજીક અણહીલ ભરવાડની પ્રતિમા મૂકવાના કામ બાબતે ભરવાડ સમાજના લોકોએ સામાન્ય સભામાં હાજર રહી રજૂઆત કરતા ઉપસ્થિત સામાન્ય સભાએ આ કામને સવૉનું મતે મંજૂર કરવાનો નિર્ણય કરતા ભરવાડ સમાજે પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર