રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા30 જાન્યુઆરી, 2026| Super Admin

હિંમતનગરના ન્યુ મહાવીરનગરમાં 3 મકાનોમાં ચોરી : CCTV ફૂટેજ સામે આવ્યા

હિંમતનગરના ન્યુ મહાવીરનગરમાં 3 મકાનોમાં ચોરી : CCTV ફૂટેજ સામે આવ્યા

હિંમતનગરના ન્યુ મહાવીરનગર અને ગણેશ બંગ્લોઝ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરોએ ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના 25 જાન્યુઆરીની રાત્રિના સમયે બની હતી. તસ્કર ટોળકીએ ખેડ તસીયા રોડ પર આવેલા ન્યુ મહાવીરનગરમાં મકાન નંબર 183, 184 અને અન્ય એક મકાનના તાળા તોડ્યા હતા. આ ઉપરાંત, નજીકના ગણેશ બંગ્લોઝમાં પણ એક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું.ચોરી દરમિયાન, એક મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી, જ્યારે બીજા મકાનમાંથી ચાંદીના છડા અને રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી હતી. ચોરાયેલા માલમત્તાની ચોક્કસ વિગતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.ચોરીની રાત્રિના સીસીટીવી ફૂટેજમાં તસ્કરો ઘટનાસ્થળેથી જતા જોવા મળ્યા છે. આ ફૂટેજ પોલીસ માટે મહત્ત્વપૂર્ણ પુરાવા બની શકે છે. હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ શરૂ કરી છે.આ વિસ્તારમાં ઉપરાછાપરી ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.      

સંબંધિત સમાચાર