પાટણ રેલવેના પ્રથમ ગરનાળા નજીક ભૂગર્ભ ગટરલાઈન ચોકઅપ બનતાં ગંદા પાણી માગૅ રેલાયા

ગરનાળાના માગૅ પરથી પસાર થતાં લોકોને પરેશાની ભોગવવી પડી
શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર - નવાર ચોકઅપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી
પાટણના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન રેલવેના પ્રથમ ગરનાળા નજીક ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનતાં ભૂગર્ભના ગંદાપાણી ઉભરાઈને ગરનાળાના માગૅ પર રેલાતા માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકો સાથે વિસ્તારના વેપારીઓ અને આમ જનતા પરેશાન મુશકેલીમા મુકાઈ હતી.
રેલવેના પ્રથમ ગરનાળામા ભૂગર્ભના દુષિત પાણી રેલાવાના કારણે આજુબાજુના વેપારીઓ સહિત માર્કેટયાર્ડના વેપારીઓને અસહ્ય દુર્ગંધનો સામનો કરવાનો વારો આવતા પાલિકા તંત્ર સામે વ્યાપારીઓ અને વાહન ચાલકોએ રોષ વ્યક્ત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ચોકઅપ બની ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
21 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
21 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
