રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ17 એપ્રિલ, 2025| Super Admin

રૂ.3.13 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરસ્વતી તાલુકાના અદ્યતન બસ સ્ટેશનને ખુલ્લું મુકાયું

રૂ.3.13 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરસ્વતી તાલુકાના અદ્યતન બસ સ્ટેશનને ખુલ્લું મુકાયું
૭૩ ગામોના મુસાફરો અને ૩૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશન નો લાભ મળશે મુસાફરોને ભગવાન સમજી કામ કરશો તો એસ ટી વિભાગને મોટો ફાયદો થશે : સાંસદ પાટણના સરસ્વતી ખાતે અંદાજીત રૂ.3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન બસ સ્ટેશનનું ગુરુવારે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય ડો.કિરીટ પટેલ ના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સાંસદ અને ધારાસભ્ય એ નવીન બસસ્ટેશનનું રીબીન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ ભરતસિંહ ડાભી એ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવો રાજ્ય સરકારનો અભિગમ છે, મુસાફર જનતાને સારી સુવિધા યુક્ત બસો અને સુવિધા યુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે. મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે, ગ્રાહક ભગવાન છે, તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસ ટી વિભાગને મોટો ફાયદો થશે. નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા તેઓએ અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર