રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ23 એપ્રિલ, 2026| Super Admin

વહીવટી તંત્રનો માનવીય ચહેરો: ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે વાવ-થરાદ કલેક્ટરે ફૂટપાથ પર રહેતા પરિવારની મુલાકાત લીધી

વહીવટી તંત્રનો માનવીય ચહેરો: ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે વાવ-થરાદ કલેક્ટરે ફૂટપાથ પર રહેતા પરિવારની મુલાકાત લીધી

કલેકટરએ પરપ્રાંતીય પરિવારને સ્થળ પર જ અનાજ અને દવાઓની સહાય ઉપલબ્ધ કરાવી અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે વાતચીત કરી

વાવ - થરાદ જિલ્લામાં માનવતા અને પ્રજાવત્સલતાનું ઉત્તમ ઉદાહરણ આજે ત્યારે જોવા મળ્યું, જ્યારે જિલ્લા કલેક્ટર જે. એસ. પ્રજાપતિ ક્ષેત્રીય કામગીરી દરમિયાન માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે રસ્તા પર વસવાટ કરતા એક પરપ્રાંતીય પરિવાર પાસે જઈ તેમની હાલત વિશે નજીકથી જાણકારી મેળવી હતી. ચૂંટણીની કામગીરી વચ્ચે કલેકટરશ્રીએ પરિવાર સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની મૂળભૂત જરૂરિયાતો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

 આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ખાસ કરીને પરિવારના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે ગંભીરતા દાખવી હતી. બાળકોને નિયમિત શિક્ષણ મળે અને તેઓ આરોગ્યપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે સંબંધિત વિભાગોને તાત્કાલિક ધ્યાન આપવા સૂચનાઓ આપી, જેથી આવા પરિવારોને સરકારી યોજનાઓનો યોગ્ય લાભ મળી શકે.

 આ ઉપરાંત, કલેક્ટરએ માનવતાભાવ દાખવી પરિવાર માટે તાત્કાલિક અનાજ અને દવાઓની વ્યવસ્થા પણ કરાવી હતી. તેમની આ સંવેદનશીલ અને પ્રજાવત્સલ કાર્યશૈલીને સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવી રહી છે. આ ઘટના સમાજમાં માનવતા અને સહકારના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે અને સરકારી તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવામાં સહાયરૂપ બને છે.

સંબંધિત સમાચાર