રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ23 એપ્રિલ, 2025| Super Admin

પાલિકા દ્વારા રૂ.77 લાખના ખર્ચે નિર્માણ પામનાર બે નાળાની કામગીરી નું ખાતમુહૂર્ત કરાયું

પાલિકા દ્વારા રૂ.77 લાખના ખર્ચે નિર્માણ પામનાર બે નાળાની કામગીરી નું ખાતમુહૂર્ત કરાયું

ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી ને ધ્યાનમાં રાખીને અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના આગેવાનોની વિશેષઃ ઉપસ્થિત વચ્ચે શહેરના નિર્મળ નગર નગર જવાના રસ્તા ની કેનાલ ઉપરનું નવીન નાળુ બનાવવાનું કામ અને કુમારપાળ સોસાયટી થી ઊંઝા રોડ તરફ જવાની કેનાલ ઉપરના નાળા ની કામગીરી નું ભૂદેવો ના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ. ૭૭ લાખ ના ખર્ચે નિર્માણ પામનારા આ બન્ને નાળાના ખાત ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનો ની સુખાકારી ને ધ્યાનમાં રાખીને અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. અને  આ વિકાસ કામો માટે સરકાર દ્રારા સમયાંતરે વિવિધ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. ત્યારે આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી ને સંતોષવાની સાથે શહેરીજનો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે લાખો રૂપિયાના ખર્ચે આજે બન્ને નાળાની કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આગામી ચોમાસા પૂર્વે આ બન્ને નાળાની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતુ. પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત ખાતમુહૂર્તના કાર્યક્રમ માં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત પાલિકાના નગર સેવકો, સંગઠનના કાર્યકરો, આગેવાનો સહિતવિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર