રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 ઑક્ટોબર, 2025| Super Admin

પાટણના માખણીયાનો ઓક્સિડેશન પોન્ડનો પાળો તૂટ્યો ખેતરોમાં ગંદા પાણી ફરી વળ્યાં

પાટણના માખણીયાનો ઓક્સિડેશન પોન્ડનો પાળો તૂટ્યો ખેતરોમાં ગંદા પાણી ફરી વળ્યાં
માખણિયાના ૨૦૦ વીઘા ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન પાટણના માખણિયા પરામાં આવેલા આઠ ઓક્સિડેશન પોન્ડ્સ (ભૂગર્ભ ગટરના પાણીના સંગ્રહ કરતા તળાવ) પૈકી એકનો પાળો ફરી તૂટ્તા નજીકના ૨૦૦ વીઘા ખેતરોમાં ગંદા પાણી ફરી વળ્યા છે. જેનાથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. પાટણ નગરપાલિકા સંચાલિત આ ઓક્સિડેશન પોન્ડ્સની આસપાસના સાડેસરા પાર્ટીના ખેતરોમાં ખેડૂતોએ કપાસ, બાજરી અને કઠોળ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પોન્ડ્સમાં ભરાયેલા પાણીનું જમીનમાં શોષણ ન થવા અને શહેરની ભૂગર્ભ ગટરોનું ૪૦ MLD પાણી ઠલવાતું હોવાથી તેની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ હતી, જેના પરિણામે પાળો તૂટ્યો અને ગંદા પાણી ખેતરોમાં ઘૂસી ગયા. આનાથી તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. ખેડૂત જયેશ પટેલ સહિત અન્ય ખેડૂતોના જણાવ્યા અનુસાર,આ ઓક્સિડેશન પોન્ડ્સની પાળીઓ છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર તૂટે છે, જેના કારણે ખેડૂતોને સતત નુકસાન વેઠવું પડે છે. આ બાબતે ખેડૂતોએ પાટણ નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ખેડૂતોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ઓક્સિડેશન પોન્ડ્સની ફરતે દિવાલ બનાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દિવાલ બનાવવાથી આ વારંવાર થતી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, અગાઉ પાટણના આ ઓક્સિડેશન પોન્ડ્સમાં આવતા પાણીનો આવરો વધારે હોવાથી અને ખેડૂતો તથા માખણિયાના રહેવાસીઓને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા દ્વારા આ પાણીનો અડધો ભાગ બહુચર પમ્પિંગ સ્ટેશનથી સિંચાઈ વિભાગની કેનાલમાં છોડવામાં આવતો હતો આનાથી તળાવનું લેવલ જળવાઈ રહેતું હતું અને સમસ્યા ટાળી શકાતી હતી. જોકે આ બાબતે પાલીકાના ચિફ ઓફિસરે સ્થળ મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર