રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

વડગામના પીરોજપુરા પાસે થી ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ૧૫ પશુઓ ના મૃતદેહ મળતા ચકચાર

વડગામના પીરોજપુરા પાસે થી ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ૧૫ પશુઓ ના મૃતદેહ મળતા ચકચાર

જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા,સ્થાનિક ઇસમે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વડગામ તાલુકાના પીરોજપુરા ગામની સીમમાં બુધવાર સવારે ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલત માં ૧૫ પાડાઓ ના મૃતદેહ મળતા પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.ઘટના ની જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના પીરોજપુરા થી ડુંગરિયાસણ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ આંબેડકર નગર પાસે બુધવાર સવારે ક્રૂરતા પૂર્વક પગ અને ગળાના ભાગે રસ્સી થી બાંધેલી હાલત માં ૧૫ પાડા ના મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના ની જાણ ગામના જગદીશભાઈ પરમાર ને થતા તેઓ એ છાપી પોલીસ ને જાણ કરતા પીઆઇ હીનાબેન વાઘેલા, સુરેશભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં પાડા એક થી દોઢ વર્ષ ની ઉંમર ના હોવાનું જાણવા મળે છે.અને કોઈ ઇસમ દ્રારા ક્રૂરતા પૂર્વક મારી ને ફેંકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આ બાબતે જગદીશભાઈ પરમારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ આધારે છાપી પોલીસ ગુનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર