રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જૂન, 2025| Super Admin

પાલનપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદ અને 50 હજારનો દંડ

પાલનપુર પંથકની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદ અને 50 હજારનો દંડ

યુવકે સગીરાને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો; પાલનપુર તાલુકાના એક ગામની સગીર વયની બાળકીને એક યુવક લલચાવી ફોસલાવી પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને ભગાડી જવાઇ હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ થતા આ કેસ પાલનપુરની કોર્ટેમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને 20 વર્ષ સખ્ત કેદની સજા અને પચાસ હજારનો દંડ કરતો ચુકાદો આપ્યો છે પાલનપુર તાલુકાના એક ગામમાં પશુ પાલન અને મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા એક પરિવારની મહિલા ગત.તાં.22/08/2022 ની સાંજે ડેરી એ દૂધ ભરાવવા ગઇ હતી તે સમયે તેમની પંદર વર્ષની સગીર દીકરી ઘરે હતી દરમ્યાન અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામનો મુકેશ દલજીભાઇ ગમનજી નામનો યુવક આ કિશોરીને લલચાવી ફોસલાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી પોતાના બાઇક પર સગીરા નું અપહરણ કરી ગયો હતો અને કિશોરી સગીર હોવાનું માલુમ હોવા છતાં તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે આરોપી વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસ પાલનપુરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ અમિત જે કાનાણી ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દિનેશકુમાર એચ છાપીયા ની ધારદાર રજૂઆતો અને આધાર પુરાવા ને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપીને વીસ વર્ષ સખ્ત કેદની સજા અને પચાસ હજારના દંડની સજા સંભળાવી હતી.

સંબંધિત સમાચાર