રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 જુલાઈ, 2025| Super Admin

ભાજપ શાસિત પાટણ પાલિકાની બેદરકારીના કારણે શ્રમજીવી વિસ્તારની હાલત નકૉગાર બની

ભાજપ શાસિત પાટણ પાલિકાની બેદરકારીના કારણે શ્રમજીવી વિસ્તારની હાલત નકૉગાર બની
શ્રમજીવી વિસ્તારના રોડ,સફાઈ અને ગટરને લગતા પ્રશ્નો વિકટ બનતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત.. પાટણ AAP ની સમસ્યાઓનું નિરાકરણની માંગ સાથે આંદોલનની ચિમકી પાટણ નગર પાલિકાના સતાધીશોની નિષ્ક્રિયતા ને કારણે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાટણના નગરજનો અનેક યાતનાઓ નો ભોગ બની રહ્યા હોવાની પ્રતિતી નગરજનો કરી રહ્યા છે. ત્યારે ભાજપ શાસિત પા.ન.પા. ની બેદરકારીના કારણે જિલ્લા કોટૅ ની પાછળ ની અને પોલીસ અધિક્ષકની કચેરીથી સૌ મીટરની દુરી પર આવેલ શ્રમજીવી વિસ્તારમાં રોડ,સફાઈ અને ગટરને લગતા પ્રશ્નો વિકટ બનતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સાથે વિસ્તારની હાલત નકૉગાર બની છે.ત્યારે પાટણ આપ પાર્ટી દ્વારા આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે આંદોલનની ચિમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. આપ પાર્ટી ના કાર્યકર સ્વયંમ સાલવી એ પાટણ નગર પાલિકા સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લા કોર્ટના ગેટથી કર્મચારી નગર થઈ શ્રમજીવી આવાસ ફ્લેટ્સ સુધી મંજૂર કરાયેલ રૂ, ૧૦,૫૦ લાખના સી.સી રોડની ગ્રાન્ટ પાટણ નગરપાલિકા દ્વારા વીજબીલમાં ભરી દીધી હોવાથી આ વિસ્તાર સ્થાનિકોને ના છુટકે કાદવ-કીચડ અને ગટરના રેલાતા પાણી માંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. તો પાટણ શ્રમજીવી આવાસ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક નગર સેવકો શ્રમજીવી વિસ્તારના લોકોની ઉપરોક્ત સમસ્યા નું નિરાકરણ લાવવામાં  બિલકુલ નિષ્ક્રિય હોવાના તેઓએ આક્ષેપો કયૉ હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શ્રમજીવી આવાસ વિસ્તારમા સજૉયેલ આવી અસહ્ય સમસ્યાઓના કારણે મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક લોકોમાં ઉદભવી છે. પાટણ નગરપાલિકા દ્રારા આ વિસ્તારમાં સત્વરે દવાનો છંટકાવ કરવામાં આવે અને ગટર, સફાઈ તેમજ રોડના પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી સ્થાનિકોને સાથે રાખી પાલિકા વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.

સંબંધિત સમાચાર