રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરના કુંપરથી ધાણધા જવાના ઉંમરદસી નદી પર આવેલો કોઝવે ધોવાયો

પાલનપુરના કુંપરથી ધાણધા જવાના ઉંમરદસી નદી પર આવેલો કોઝવે ધોવાયો
શાળાએ જતા બાળકો નદીના પટમાંથી જોખમી રીતે પસાર થવા મજબુર બનાસકાંઠામાં ભારે વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જવાના કારણે  લોકો પરેશાન થઈ રહ્યા છે અનેક રોડ રસ્તા બંધ થઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પાલનપુર તાલુકાના કુંપરથી ધાણધા જવાના ઉંમરદસી નદી પર આવેલો કોઝવે ધોવાયો છે. જેના કારણે અનેક વાહન ચાલકો, રાહદારીઓ, શાળાએ જતા બાળકો અટવાયા છે. દર વર્ષે ચોમાસામાં ઉમરદસી નદીમાં પાણી આવે છે અને કોઝવે ધોવાઈ જાય છે તેના કારણે લોકોની અવરજવર બંધ થઈ જાય છે.વર્ષોથી લોકોની માંગ છે કે આ નદી ઉપર પુલ બનાવવામાં આવે પરંતુ આજદિન સુધી પુલ બનાવવામાં આવ્યો નથી. ત્યારે હાલ તો લોકો જીવના જોખમે નદીના પટમાંથી પસાર થઈ રહ્યા છે. અને આ નદી ઉપર પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પાલનપુર તાલુકાના કુંપર અને  ધાણધા ગામને જોડતો કોઝવે ધોવાઈ જતા અનેક વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે તૂટી જતા હાલ લોકો નદીના પટમાંથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે અને સ્કૂલ જતા બાળકો પણ રેતીના પટમાંથી પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો રેતીમાં ફસાઈ રહ્યા છે બાળકોને સાયકલ લઈને રેતીમાંથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે ત્યારે આ કોઝવે ધોવાઈ જતા હાલ લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. પશુપાલકોના ખેતરો ત્યાં આવેલા છે જ્યાંથી નદી આવે ત્યારે દૂધ ભરાવવા પણ જઈ શકતા નથી અનેક લોકો બાજુમાં આવેલા ધાણધા ગામે ખરીદી કરવા કે દવાખાને જવું હોય તો પણ અટવાઈ જાય છે અનેક બાળકો ધાણધા ગામે અભ્યાસ કરે છે ત્યારે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો જઈ શકતા નથી. ત્યારે આ સમસ્યાને લઈને વર્ષોથી ગ્રામજનો પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે.પરંતુ હજુ સમસ્યાનો અંત આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા 14.50 કરોડના ખર્ચે નવીન પુલ મંજુર કરાયો જોકે વર્ષો જૂની આ સમસ્યાને લઇ  થોડા મહિના પહેલા આ કુંપર ધાણધા માર્ગ ઉપર 14.50 કરોડના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે લોકોની માંગ છે કે, ઝડપથી આ પુલનું કામ શરૂ કરવામાં આવે તો લોકોને આ વર્ષો જૂની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે.      
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર