રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ડિસેમ્બર, 2025| Super Admin

થરાદ સેસન્સ કોર્ટનો ચુકાદો : ડીસાના દાડમ વેપારીની હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદ

થરાદ સેસન્સ કોર્ટનો ચુકાદો : ડીસાના દાડમ વેપારીની હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદ

ડીસાના જાણીતા દાડમના વેપારી સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈની ચાર વર્ષ અગાઉ થયેલી હત્યા કેસમાં થરાદ એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. હત્યા કેસ મુજબ, ચાર વર્ષ પહેલા વેપારી સંતોષભાઈની દોરડાથી ગળે ફાંસો આપી હત્યા કરવામાં આવી હતી અને પુરાવા નષ્ટ કરવા માટે તેમની લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. શરૂઆતમાં આ ઘટનાની ફરિયાદ થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી. પછી પોલીસ તપાસ દરમિયાન વેપારી સાથે રહેતા બે શખ્સોએ રૂપિયા હડપ કરવા આ ક્રૂર હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.જેમાં આરોપીઓ રમેશભાઈ નાનજીભાઈ ચૌધરી (રહે. નાના ગોળીયા, ભેસાણા તા. દિયોદર) અને કિરણકુમાર વિનોદભાઈ દેહળાજી ઠાકોર (મૂળ રહે. ભીમબોરડી તા. ભાભર, હાલ રહે. નાના ગોળીયા, ભેસાણા તા. દિયોદર) એ વેપારીની લૂંટ કરી અને પછી પુરાવા નાશ કરવા માટે હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કેસનો ટ્રાયલ એડિશનલ સેશન કોર્ટ થરાદમાં ચાલી જતાં આજે ન્યાયાધીશે બંને આરોપીઓને આજીવન કેદની સજા તથા દોઢ - દોઢ લાખ રૂપિયા દંડની સજા ફટકારી છે.કોર્ટ દ્વારા દંડની રકમમાંથી બે લાખ રૂપિયા મૃતક વેપારીની પત્નીને વળતર રૂપે આપવાનો ખાસ હુકમ કર્યો.    

સંબંધિત સમાચાર