રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ11 એપ્રિલ, 2026| Super Admin

થરાદ : વિકાસ માત્ર કાગળ પર, ગ્રાઉન્ડ લેવલે સમસ્યાઓનો અંબાર !

થરાદ : વિકાસ માત્ર કાગળ પર, ગ્રાઉન્ડ લેવલે સમસ્યાઓનો અંબાર !

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે પરંતુ થરાદ નગરપાલિકાના સાતેય વોર્ડના રહીશો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં શહેરને આધુનિક વિકાસ તરફ લઈ જવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અત્યંત વરવી જોવા મળી રહી છે. સાતેય વોર્ડમાં સમાન સમસ્યા તંત્રની ઘોર ઉદાસીનતા નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 7 માં જનતા ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલી છે સ્થાનિકોના આક્ષેપ મુજબ વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી  મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે. ઉભરાતી ગટરોને કારણે માર્ગો પર ગંદા પાણી ફરી વળ્યા છે. જેનાથી રોગચાળાનો ભય ફેલાયો છે અનેક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળવું દુર્લભ બન્યું છે બિસ્માર રસ્તા: રસ્તાઓના અભાવે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે. અનિયમિત વીજ પુરવઠાને કારણે જનજીવન ખોરવાયું છે વોર્ડ નંબર 4 ની હાલત અતિ દયનીય ખાસ કરીને વોર્ડ નંબર 4 માં વસતા વાલ્મિકી સમાજના લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે. 

આ વિસ્તારમાં વિકાસના નામે મીંડું હોય તેવું જણાઈ રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી વીજળીની કનેક્ટિવિટી પાક્કા રોડ-રસ્તાઓનો સદંતર અભાવ છે સરકારની મકાન સહાય યોજનાઓનો લાભ પણ આ ગરીબ પરિવારો સુધી પહોંચ્યો નથી નેતાઓ સામે જનતાનો રોષ ચૂંટણી ટાણે વચનો પછી ગાયબ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા માટે વચનોની લ્હાણી કરે છે. પરંતુ જીત્યા પછી આ વિસ્તારોની મુલાકાત લેવાની પણ તસ્દી લેતા નથી. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે નેતાઓ માત્ર મતદાન પૂરતા જ દેખાય છે સમસ્યાઓના નિરાકરણ માટે કોઈની પાસે સમય નથી શું આને જ આધુનિક વિકાસ કહેવાય સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં હવે જનતા જાગૃત બની છે. અને વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોને લઈને સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવી રહી છે. જો આગામી દિવસોમાં આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે.

સંબંધિત સમાચાર