રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ3 માર્ચ, 2026| Super Admin

થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી સુધારણામાં ગરબડના આક્ષેપો સાથે ઓગડ મામલતદારને આવેદનપત્ર આપ્યું

થરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી સુધારણામાં ગરબડના આક્ષેપો સાથે ઓગડ મામલતદારને આવેદનપત્ર આપ્યું

થરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વદનજી ચેનુજી ઠાકોરે મામલતદાર ઓગડ,થરાને મતદાર યાદી સુધારણા બાબતે આવેદનપત્ર આપ્યું હતું.જેમાં પાંચ મુદ્દા જેવા કે,તા. ૧૯/૧૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં જે વ્યક્તિના નામ અન્ય ગામોમાં છે. જે તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા નગર પાલિકાની મતદાર યાદીમાં છે.તા. ૧૯/૧૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમા ભાગ નં. ૨૨૫, ક્રમાંક નં ૮૧, ૮૨, ૮૩, ૧૧૬, ૨૨૧ વગેરે મતદારો તાણા ગામમાં હતા અને રહેઠાણ પણ ત્યાં ધરાવે છે.જે ક્રમાંક વાળા મતદારો તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા ભાગ નં ૧૮૭ માં નગર પાલિકાની મતદાર યાદી સમાવેશ કરવામાં આવેલ છે. તે ક્યા પુરાવાના આધારે કરવામાં આવેલ છે ? જેની સંપૂર્ણ માહિતી આપવી. તા. ૧૯/૧૨/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરેલ મુસદ્દા મતદાર યાદીમાં તાણા ગામના ૭૦ થી વધુ મતદારો હતા. જે તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં થરા નગર પાલિકાની મતદાર યાદી સમાવેશ કરવામાં આવેલ છે,થરા નગર પાલિકાની મતદાર યાદીમાં તાણા તેમજ અન્ય ગામોના મતદારોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેને તાત્કલિક ધોરણે પોતાના ગામમાં મુકવામાં આવે અને થરા નગર પાલિકા મતદાર યાદી સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.    

સંબંધિત સમાચાર