પાટણમાં નિર્માણ પામેલા 'ટી' આકારના ઓવરબ્રિજના લોકાર્પણ પૂર્વે ઓવરબ્રિજનું પરીક્ષણ શરૂ કરાયું

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા સુપર સ્ટ્રક્ચર લોડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ…!
પાટણ ના રાજમહેલ રોડ રેલવે ફાટક પર નિર્માણ પામેલા 'ટી' આકારના ઓવરબ્રિજના લોકાર્પણ પૂર્વે ઓવરબ્રિજ નું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બુધવારે આ ઓવરબ્રિજ પર ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન(GUDC)દ્વારા સુપર સ્ટ્રક્ચર લોડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઓવરબ્રિજના ઉપરના ભાગમાં સફેદ આડી રેખાઓ અને ક્રોસ સાથે '1-2-3-4' નંબરિંગ માર્ક કરાયા છે. જયારે આ કામગીરી દરમ્યાન રેલવે સ્ટેશન તરફનો ભાગ બંધ રખાયો છે તો કલેક્ટર કચેરી થી ચિંતામણી તરફનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. બ્રિજની ક્ષમતા માપવા નીચે ડિફ્લેક્શન મીટર મૂકવામાં આવ્યું છે. પરીક્ષણ માટે 132 ટનના ચાર ટ્રક બ્રિજ પર ગોઠવવામાં આવ્યા હતા અને દર બે કલાકે લોડ રીડિંગ લેવામાં આવ્યું હતું. આ પરીક્ષણ પ્રક્રિયા આગામી 24 કલાક સુધી ચાલનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. મહેસાણાની રાકેશ કન્સ્ટ્રક્શન દ્રારા આ બ્રિજનું નિર્માણ કરવામા આવ્યું છે. ત્યારે બુધવારે આ ઓવરબ્રિજના પરિક્ષણ સમયે GUDC ના અધિકારી એ.એમ.પટેલ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન લાશા કંપનીના પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિત રહી પરીક્ષણની કામગીરીનું બારીકાઈથી નિરિક્ષણ કરી રહ્યા છે.
ટેગ્સ:#Construction#public safety#T-shaped Overbridge#Engineering Standards#Overbridge Testing#Patan Infrastructure#Superstructure Load Testing#Rajmahal Road#Construction Monitoring
સંબંધિત સમાચાર
પાટણસાંતલપુરમાં લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટરની સમસ્યાથી તોબા: લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરના પૂતળા પાણીમાં તરતા મૂક્યા
3 દિવસ પહેલા
પાટણપાટણ LCBની મેગા સ્ટ્રાઈક: રથયાત્રા પહેલા હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 શખ્સો પકડાયા
4 દિવસ પહેલા
પાટણકુંભાણામાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી
5 દિવસ પહેલા
