સાબરકાંઠામાં ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો

35 ક્ષય મુક્ત ગામોને પ્રમાણપત્ર અપાયા, જિલ્લા પંચાયત પ્રમુખે સન્માનિત કર્યા; હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે ગુરુવારે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે ટીબી વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ટીબી એક ચેપી રોગ છે જે હવા દ્વારા ફેલાય છે. સમયસર સારવાર ન લેવાથી મૃત્યુનું જોખમ વધે છે. સરકાર દ્વારા ની-ક્ષય પોષણ યોજના હેઠળ દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ નાગરિકોની સુખાકારી માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી. તેમણે જંક ફૂડના વધુ સેવનથી થતા નુકસાન વિશે ચેતવણી આપી. તેમણે પ્રાકૃતિક કૃષિના મહત્વ પર ભાર મૂક્યો.કાર્યક્રમમાં ક્ષય મુક્ત થયેલા 35 ગામોના સરપંચો અને તલાટીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ફાલ્ગુનીબેન સહિત વિવિધ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
6 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં એલસીબીની રેડ: બે કારમાંથી રૂ.1.15 લાખના વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
