રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 માર્ચ, 2025| Super Admin

પાલનપુરના ન્યુ બસ પોર્ટમાં પાલિકા દ્વારા વેરા વસુલાતનું નાટક ભજવાયું

પાલનપુરના ન્યુ બસ પોર્ટમાં પાલિકા દ્વારા વેરા વસુલાતનું નાટક ભજવાયું
420 થી વધુ દુકાનોનો વેરો બાકી તેમ છતાં માત્ર ત્રણ દુકાનો સીલ કરાઇ 38 લાખના બાકી કર સામે પાલિકા દ્વારા માત્ર 20 હજારની વસુલાત; પાલનપુરના ન્યુ બસ પોર્ટમાં આવેલી દુકાનોનો લાખો રૂપિયાનો કર નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોઇ મોડે મોડે જાગેલ પાલિકા તંત્રે બસ પોર્ટમાં વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં માત્ર ત્રણ દુકાનો સિલ કરી 20 હજારની વસુલાત કરી ગણતરીના કલાકોમાં વેરા વસૂલાત ઝુંબેશ સમેટી લીધી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. પાલનપુરના ચાર માળ વાળા ન્યુ બસ પોર્ટમાં અલગ અલગ પાર્ટમાં 786 દુકાનો આવેલી છે. જે દુકાનો નગરપાલિકાના રેકર્ડ પર વિભાગીય એસટી કચેરી પાલનપુરના નામે ચાલી રહી હોઇ આ દુકાનદારોને પાલિકાની વેરા પાવતી મળતી ન હોવાથી 786 માંથી 420 જેટલી દુકાનોનો 38 લાખ જેટલો વેરો પાલિકાના ચોપડે બાકી બોલી રહ્યો છે. જોકે બસ પોર્ટની દુકાનોની મોટી રકમનો કર બાકી હોવા અંગે રજૂઆતો થતા આખરે મોડે મોડે જાગેલી પાલિકા દ્વારા મંગળવારે બસ પોર્ટમાં વેરા વસૂલાત ઝુંબેશનું નાટક ભજવાયું હતું જેમાં 420 જેટલી દુકાનોનો વેરો બાકી હોવા છતાં માત્ર ત્રણ દુકાનો સિલ કરીને લાખો રૂપિયાના બાકી માંગણા સામે માત્ર 20 હજારની મામૂલી રકમની વસુલાત કરીને પાલિકાની ટીમ દ્વારા સંતોષ માનવામાં આવ્યો હતો. જોકે પાલિકા દ્વારા કડક વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવે તો પાલિકાની તિજોરીને આર્થિક ફાયદો થઇ શકે છે.તેમ લોકોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર