વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન ૬૫ મિલકત ધારકો ના નળ અને ભૂગર્ભ ગટર ના જોડાણો કાપ્યાં

વેરા શાખા દ્વારા હાથ ધરાયેલ કડક કાર્યવાહીને લઈ બાકી વેરા મિલકત ઘારકોમાં ફફડાટ
૧૦૦૦ જેટલા કોમૅશિયલ બાકી વેરા મિલકત ઘારકોને અંતિમ નોટિસ ની બજવણી કરાઈ; પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ઘારકો પાસેથી બાકી વેરા ની વસુલાત માટે અલગ અલગ વોડૅ વાઈઝ ચાર ટીમો બનાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું. પાટણ શહેરના કુલ ૮૫૦૦૦ થી વધુ મિલકત ઘારકો પૈકી ૪૫℅ મિલકત ઘારકો ની ચાલુ અને પાછલી બાકી વેરાની વસુલાત કરવામાં આવી છે. તો ૧૦૦૦ જેટલા કોમૅશિયલ મિલકત ઘારકો પાસેથી વેરાની વસુલાત કરવા માટે પાલિકા દ્વારા આખરી નોટિસ ની બજવણી કરવામાં આવી હોય જેની અવધિ પૂણૅ થતાં વેરાની રકમ ભરપાઈ નહિ કરનાર કોમૅશિયલ મિલકત ઘારકો ની મિલકત સિઝ કરવામા આવનાર છે.
તો પાલિકા ની વેરા શાખા દ્ધારા અત્યાર સુધીમાં ૬૫ જેટલા બાકી વેરા મિલકત ઘારકો ના નળ અને ભૂગર્ભ ગટર કનેકશનો કાપી વેરા વસુલાત ની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની સાથે પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા ની વસુલાત માટે મિલકત ધારકો સામે કડક કાર્યવાહીને લઈને બાકી વેરા મિલકત ઘારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો આગામી દિવસોમાં વેરા શાખા ની ટીમો દ્વારા આ બાકી વેરાની વસુલાત માટે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવનાર હોવાનું વેરા શાખા અધિકારી એ જણાવ્યું હતુ.
ટેગ્સ:#underground#during#tax collection#sewer#drive#Taps#connections#65 property#holders#were cut off
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
