રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 ફેબ્રુઆરી, 2025| Super Admin

થરાદ; લગ્નમાં ગયેલા પરિવારનો ફાયદો ઉઠાવી તસ્કરો 1.34 લાખના દાગીનાની ચોરી કરી ફરાર

થરાદ; લગ્નમાં ગયેલા પરિવારનો ફાયદો ઉઠાવી તસ્કરો 1.34 લાખના દાગીનાની ચોરી કરી ફરાર
થરાદની સત્યમનગર સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં બે મકાનને નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગેરેજનો વ્યવસાય કરતા રમેશભાઈ રાજપૂત લગ્નપ્રસંગ માટે પરિવાર સાથે વાંઢીયાવાસ ગયા હતા, તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં હાથફેરો કર્યો હતો.પોલીસ ફરિયાદ મુજબ, રમેશભાઈ 5 ફેબ્રુઆરીથી પરિવાર સાથે લગ્નપ્રસંગમાં ગયા હતા. 7 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે માત્ર ગાડીની આરસી બુક લેવા ઘરે આવ્યા અને પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે પડોશી જાલમસિંહ બારોટે ફોન કરીને જાણ કરી કે તેમના ઘરનું તાળું તૂટેલું છે. તસ્કરોએ લોખંડની તિજોરી તોડીને તેમાંથી 500 ગ્રામની ચાંદીની લગડી (રૂ.25,000), 14 ગ્રામની બે સોનાની વીંટીઓ (રૂ.77,000), બે ચાંદીના છવેટિયા (રૂ.2,000) અને રોકડા રૂ.30,000 મળી કુલ રૂ.1.34 લાખની મતાની ચોરી કરી હતી.એક જ સોસાયટીમાં બીજી ચોરી ઉત્તરપ્રદેશના હરિસિંહ પાલના ભાડાના મકાનમાં થઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે, હરિસિંહ ચોરીના દિવસે જ તેમના વતન જવા નીકળી ગયા હતા. રમેશભાઈ રાજપૂતે થરાદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આ બંને ચોરીઓની તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર