રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય8 એપ્રિલ, 2025| Super Admin

રાજસ્થાનના જયપુરમાં બેકાબૂ SUV કારે રસ્તા પર અનેક લોકોણે અડફેટે લીધા; 3 ના મોત 

રાજસ્થાનના જયપુરમાં બેકાબૂ SUV કારે રસ્તા પર અનેક લોકોણે અડફેટે લીધા; 3 ના મોત 

(જી.એન.એસ) તા. 8

જયપુર,

રાજસ્થાનના જયપુરમાં નાહરગઢ વિસ્તારમાં સાંજના સમયે એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા લોકો અને અનેક ટુ-વ્હીલર સવારો ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ હિટ એન્ડ રનની ઘટના રાજસ્થાનના જયપુરના નાહરગઢ વિસ્તારમાં બની હતી, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બેકાબૂ સફેદ કાર અનેક વાહનોને ટક્કર મારે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો પીછો કર્યો, તેને ઘેરી લીધી અને ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલક ખૂબ જ નશામાં હતો.

આ ઘટના બાબતે હવા મહલના ધારાસભ્ય બાલમુકુન્દાચાર્યએ જણાવ્યું હતું કે, ‘કારચાલક એટલો નશામાં હતો કે તે ભાનમાં નહોતો. તેણે પહેલા MI રોડ પર એક વ્યક્તિને ટક્કર મારી, તે જ કારે ગાલ્ટા ગેટ વિસ્તારમાં ઘણાં લોકોને ટક્કર મારી હતી.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર