રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 ડિસેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની લાલ આંખ

બનાસકાંઠા જિલ્લામાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની લાલ આંખ
9 માસમાં 941 કેસ કરી રૂ. 126 કરોડની ઐતિહાસિક આવક મેળવી ​બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગર દોડતા વાહનો રોકવા માટે ભૂસ્તર વિભાગે આક્રમક અભિગમ અપનાવ્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધી માત્ર નવ માસમાં 941 જેટલા કેસો કરી રૂ.126 કરોડ ઉપરાંતની મહેસુલી આવક મેળવી છે. બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ-અલગ ટીમો બનાવી સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવતા ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગે કુલ રૂ.126.77 કરોડની વિક્રમી મહેસુલી આવક મેળવી છે. ​ચાલુ વર્ષ ડિસેમ્બર મહિનામાં ભૂસ્તર વિભાગ દ્વારા માત્ર એક જ માસમાં રૂ.18.04 કરોડની આવક થઈ છે, જે જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીની કોઈ પણ એક મહિનાની સૌથી વધુ આવક છે. ​ગેરકાયદેસર રેત ખનન અને રોયલ્ટી ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ 941 કેસ દાખલ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ રૂ.18.50 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 139 કેસો કરી રૂ.3.16 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ અંગે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે અમારી ટીમો ૨૪ કલાક સક્રિય છે. ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગર બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરતા તત્વો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત ફોજદારી કેસો પણ કરવામાં આવ્યા છે. રોયલ્ટી વગરના વાહનો અને બિનઅધિકૃત ખનન સામે આગામી સમયમાં હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે.    

સંબંધિત સમાચાર