રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 મે, 2025| Super Admin

ઉનાળાની ગરમીમાં ગૌમાતાઓ અને અબોલ જીવો માટે સુરતનું શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ બન્યું સહારો

ઉનાળાની ગરમીમાં ગૌમાતાઓ અને અબોલ જીવો માટે સુરતનું શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ બન્યું સહારો
જિલ્લાના છેવાડાના ગામોમાં 6 ગાડી લીલા ઘાસચારાનું વિતરણ; ઉનાળાની કાળઝાળ ગરમીમાં બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં ઘાસચારા વિના ટળવળતી ગાયો અને અન્ય અબોલ જીવો માટે સુરતનું  શાંમળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ દેવદૂત બનીને આવ્યું છે. આ ગ્રુપે પોતાની અનોખી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠામાં લીલા ઘાસચારાનું વિતરણ આજ રોજ, શાંમળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા થરાદ, લાખણી અને દાંતીવાડા તાલુકાના આશરે ૧૫ જેટલા ગામડાઓમાં ભ્રમણ કરીને નિરાધાર ફરતી ૧૦૦૦ થી વધુ ગાયોને ૬ ગાડી ભરીને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે ઘાસચારો મળવો મુશ્કેલ છે, ત્યારે આ પ્રવૃત્તિ ગૌમાતાઓ માટે જીવનદાયી સાબિત થઈ છે. દિવાળીમાં પણ ગૌસેવા ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ (પાવડાસણ)એ ગૌમાતાઓની સેવા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ગ્રુપ ફક્ત ઉનાળામાં જ નહીં, પરંતુ દિવાળીની સિઝનમાં પણ બનાસકાંઠાની જરૂરિયાતમંદ ગૌશાળાઓની રૂબરૂ મુલાકાત લઈને સૂકો ઘાસચારો, ગોળ અને દાણ જેવી આવશ્યક ચીજો પૂરી પાડીને ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરે છે.સેવાભાવી યુવાનો અને દાતાઓનો સહયોગ મળે છે. તમામ ગૌસેવક મિત્રો અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રુપની આ કામગીરીને ગામડે ગામડે લોકોએ ખૂબ જ બિરદાવી હતી, જે તેમની નિષ્ઠાવાન સેવા ભાવનાનું પ્રતિક છે. શ્રી શાંમળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય છે અને સમાજમાં અન્ય લોકોને પણ આવા કાર્યો કરવા પ્રેરણા પૂરી પાડે છે.

સંબંધિત સમાચાર